SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ૭ ઉદધિકુમાર, ૮ દિકકુમાર, ૯ વાયુકુમાર અને ૧૦ સ્વનિતકુમાર'. તેમનો નિવાસ અપોલોકની પ્રથમ પૃથ્વીનો મધ્યભાગ માનવામાં આવેલ છે. વ્યન્તર દેવ-તેમને “વાણાવ્યન્તર' તથા “વનચારી' દેવ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દેવ ત્રણે લોકમાં સ્વેચ્છાપૂર્વક ભ્રમણ કરતાં કરતાં, પર્વત, વૃક્ષ, વન વગેરેના ગુફા બખોલ જેવાં સ્થળોમાં રહે છે. તેમની મુખ્ય આઠ જાતિઓ દર્શાવવામાં આવી છે-૧. પિશાચ, ૨. ભૂત, ૩. યક્ષ, ૪. રાક્ષસ, ૫. કિન્નર, ૬. કિંપુરુષ, ૭. મહોર, અન ૮. ગન્ધર્વ. જેમના ઉપર આ દેવો પ્રસન્ન થાય છે તેમની રક્ષા, સેવા વગેરે પણ કરે છે? જ્યોતિષી દેવ-જ્યોતિ રૂપ હોવાને કારણે તેમને જ્યોતિષી દેવ કહેવામાં આવે છે. સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, ગ્રહ અને તારાઓના ભેદથી તેમના મુખ્યત્વે પાંચ પ્રકાર દર્શાવાયા છે. આ દેવોમાંથી કેટલાક સ્થિર છે અને કેટલાક ગતિમાન. મનુષ્ય-ક્ષેત્રના જ્યોતિષી દેવ ગતિમાન છે. તેમના ગમનથી જ ઘડિયાળ, ઘંટ વગેરે રૂપે સમયનું જ્ઞાન થાય છે. મનુષ્ય ક્ષેત્રથી બહાર રહેલા જ્યોતિષી દેવ સ્થિર હોય છે. તેથી કાલદ્રવ્યને મનુષ્ય-ક્ષેત્રપ્રમાણ કહેવામાં આવેલ છે. સૂર્ય ચંદ્ર વગેરે રૂપે જે આ દેવોના પ્રકારો ગણાવવામાં આવ્યા છે તે તેમના નિવાસસ્થાનની અપેક્ષાએ પાડેલ છે. १ असुरा नागसु वण्णा विज्जू अग्गी य आहिया । दीवोदहिदिसा वाया थणिया भवणवासिणो । –૩. રૂદ્. ૨૦૧. २ पिसायभूया जक्खा य रक्खसा किन्नराकिंपुरिसा । महोरगा य गंधव्वा अट्ठविहा वाणमंतरा ।। –૩. ૩૬. ૨૦૬. તથા જુઓ – પૃ. ૧૧૧, પા. ટિ. ૩. ૩ એજન ४ जक्खा हु वेयावडियं करेन्ति । ૩. ૨૨. ૩૨. ५ चंदासूरा य नक्खत्ता गहा तारागणा तहा । ठियावि चारिणो चेव पंचहा जोइसालया ।। –૩. ૩૬. ૨૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy