________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૧૧
જીવ પણ દેવોની સમાન આવરદાવાળા હોય છે. એ સિવાય, દેવોને અમર માનવામાં આવતા નથી. દેવોનો નિવાસ માત્ર ઊર્વલોકમાં જ નથી પણ મધ્યલોક અને અધોલોકમાં પણ તેઓનો નિવાસ છે. તેથી પ્રસ્થમાં દેવગતિ' નામનું એક કર્મ-વિશેષ સ્વીકારાયું છે અને તેના ઉદયથી જીવને દેવ-પર્યાયની પ્રાપ્તિ થાય છે. આ દેવોને મુખ્યત્વે ચાર ભાગમાં વિભક્ત કરવામાં આવે છે: ૧. ભવનવાસી (ભવનપતિ), ૨. ચન્તર (સ્વેચ્છાચારી), ૩. જ્યોતિષી (સૂર્ય વગેરે) તથા ૪. વૈમાનિક (વિશેષ પૂજનીય). તેના પેટા પ્રકારોની દૃષ્ટિએ ર૫ ભેદ પાડવામાં આવ્યા છે. એકત્રીશમા અધ્યયનમાં જે ૨૪ પ્રકારના દેવો (રૂપાદિક દેવો)૪ની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટીકાકારોએ વૈમાનિક દેવોનો એક પ્રકાર માનીને ભવનવાસી વગેરે ચોવીશ દેવોને પણ ગણાવ્યા છે.
ભવનવાસી દેવ-ભવનો (મહેલો)માં રહેવાને કારણે તથા તેના સ્વામી હોવાને કારણે તેમને “ભવનવાસી” અથવા “ભવનપતિ' કહેવામાં આવે છે. આહારવિહાર, વેશભૂષા વગેરે રાજકુમારો જેવાં હોવાને કારણે તેમને “કુમાર” શબ્દથી પણ વ્યક્ત કરવામાં આવે છે. તેમની મુખ્ય દસ જાતિઓ છે: ૧ અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩ સુપર્ણકુમાર, ૪ વિઘુકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર,
૧ જુઓ - પ્રકરણ ૨, કર્મ-વિભાજન. २ देवा चउब्दिहा वुत्ता ते मे कित्तयओ सुण ।
भोमिज्ज वाणमंतर जोइस वेमाणिया तहा ।।
–૩. રૂદ્. ૨૦ રૂ.
તથા જુઓ - ઉ. ૩૪. પ૧. 3 दसहा उ भवणवासी अट्ठहा वणचारिणो । पंचविहा जोइसिया दुविहा वेमाणिया तहा ।।
–૩. ૩૬. ર૦૪.
४ रूवाहिएसु सुरेसु य ।
–૩. રૂ. ૨૬.
૫ ૩. મ. ટી., . ૨૩૨૨;૩. ને
, પૃ. ૩૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org