________________
૧૧)
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
દેવ-સામાન્ય રીતે, પુણ્ય કર્મોના ફળને ભોગવવા માટે જીવ દેવ પર્યાયને પ્રાપ્ત કરે છે. પુણ્ય કર્મોના પ્રભાવથી મનુષ્ય પર્યાયની અને ખોટાં તપ વગેરેના પ્રભાવથી દેવ-પર્યાયની પણ પ્રાપ્તિ થાય છે. જે ખોટાં તપ વગેરેના પ્રભાવથી દેવ-ગતિને પ્રાપ્ત કરે છે તે ખૂબ જ નીચલી કોટિના દેવ ગણાય છે. સંભવતઃ તેમની સ્થિતિ મનુષ્યો કરતાં પણ વધારે ખરાબ હોય છે. તેથી સર્વ સામાન્ય દેવોની પરિભાષા આ શબ્દોમાં આપી શકાય છે: “જે ઉપવાદ જન્મવાળા તથા જન્મથી જ ઈચ્છાનુકૂળ શરીર ધારણ કરવાનું સામર્થ્ય (વેક્રિયક-શરીરધારી) ધરાવે છે તે સ્ત્રીને અને પુરુષને દેવ કહેવામાં આવે છે. જો કે મનુષ્ય પણ તપ વગેરેના પ્રભાવથી વૈક્રિયક-શરીર ધારણ કરી શકે છે પણ જન્મના પ્રભાવથી તેમ કરી શકતો નથી. જો કે નારકી જીવ ઉપવાદ-જન્મવાળા તથા જન્મથી જ વૈક્રિયક-શરીર ધારણ કરે છે પણ તે નપુંસક જ હોય છે. આ રીતે ઉપપાદજન્મવાળા (ઊંઘતામાંથી જાગતાની જેમ જે પલંગ પરથી ઊઠીને ઊભા થાય છે)
સ્ત્રી-પુરુષ” એવું લક્ષણા પણ દેવો માટે આપી શકાય. કારણ કે મનુષ્યો અને તિર્યંચોનો ઉપપાદ-જન્મ થતો નથી તથા નારકી ઉપવાદ-જન્મવાળાં હોવા છતાં, સ્ત્રી કે પુરુષ હોતાં નથી. ઐશ્વર્ય, આવરદા, નિત્ય યૌવન, નિવાસ-ક્ષેત્ર વગેરેના આધારે દેવોનું સ્વરૂપ વર્ણવી શકાય નહીં કારણ કે મનુષ્યો વગેરેમાં પણ ઉત્કૃષ્ટ એશ્વર્ય આદિ જોવા મળે છે તથા કેટલાક નીચલી જાતિના દેવોની સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. આવરદાની સરખામણીની દૃષ્ટિએ નારકી
१ धीरस्स पस्स धीरत्तं सव्वधम्माणवत्तिणो । चिच्चा अधम्मं धम्मिट्टे देवेसु उववज्जई ॥
–૩. ૭. ૨૧. તથા જુઓ - ઉ. ૭. ર૧, ર૬, ૫. ૨૨, ર૬-૨૭. ૨ પરમાણું ય !
–૩. રૂ. ૨૨. અહીં પરમ અધાર્મિક દેવો ને ગણાવવાથી સ્પષ્ટ થાય છે કે કેટલાક દેવ નીચલી કોટિના પણ હોય છે. તેથી કહેવામાં પણ આવ્યું છે કે : “પતી
भावना भावयित्वा देवदुर्गतिं यान्ति, ततश्च च्युताः सन्तः पर्यटन्ति भवसागरमनन्तम् ।' ૩ જુઓ – પૃ. ૧૦૪. પા. ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org