________________
૨૨૮
ઉતરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
આપવો પણ વિનીત શિષ્યને જ ઉપદેશ આપવો. જેમ કે ચિત્તનો જીવ સંભૂતના જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તીનો ઉપદેશ આપીને વિચારે છે કે મેં આને નકામો ઉપદેશ આપ્યો કારણ કે એની આના પર કોઈ અસર પડી નહિ.
આમ ગ્રંથમાં શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ માટે શિષ્યના જે ગુણોને ઉલ્લેખવામાં આવ્યા છે તે બધાનો અંતર્ભાવ વિનમ્રતા, જિતેન્દ્રિયતા તથા જ્ઞાન પ્રાપ્તિ માટે ઉત્કટ-પ્રયત્નશીલતા આ ત્રણ ગુણોમાં થઈ શકે છે. આ ત્રણમાંથી વિનયગુણ શિષ્ય માટે સહુથી વધારે જરૂરી છે કારણ કે વિનમ્રતા જ્ઞાનપ્રાપ્તિ માટે આધારસ્તંભ છે. વળી, અવિનીતને જ્ઞાની બનવા છતાં પણ “અપંડિત' કહેવામાં આવ્યો છે. તથા વિનીતને “પંડિત' ગણવામાં આવેલ છે. ગ્રંથમાં વિનીત શિષ્યના જે ગુણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે બધા, ગુરુના પૂર્વ અનુશાસનમાં રહેવા, ગુરુની માનપૂર્વક સેવા કરવા, હિત-મિત-પ્રય બોલવા તથા સંકેતમાત્રથી તદનુકૂળ આચરણ કરવારૂપ છે. આ ગુણોથી રહિત સ્વચ્છન્દ વિચરણ કરનાર જે. ઉદંડછત્ર છે તે બધા અવિનીત છે અને જ્ઞાનપ્રાપ્તિ માટે બધી રીતે અયોગ્ય છે. આ ઉપરાંત વિનીત વિદ્યાર્થીએ જ્ઞાનની પ્રાપ્તિ થાય તો પણ વિનયનો ત્યાગ ન કરવો જોઈએ કારણ કે વિનય જ સર્વ પ્રકારની સફળતાનો મૂળ આધાર છે. ગ્રંથનો પ્રારંભ પણ વિનય અધ્યયનથી કરવામાં આવ્યો છે. વળી, વિનય અને ગુરુસેવાને પૃથક-પૃથક તપના રૂપમાં પણ સ્વીકારવામાં આવેલ છે અને તે ઉપર આગળ જતાં વિચારવામાં આવશે. આવા વિનીત અથવા યોગ્ય શિષ્યને પ્રાપ્ત કરીને ગુરુનું પણ કર્તવ્ય બની રહે છે કે તેણે તેની સાથે પુત્રવતું વ્યવહાર કરવો જોઈએ તથા પોતાનું સમસ્ત જ્ઞાન તેને દેવું જોઈએ. જ્ઞાનનું મહત્ત્વ પ્રગટ કરવા માટે ગ્રંથમાં ગુરુની મહત્તા ઉપર ઘણો ભાર મૂકવામાં આવેલ છે.
સમ્યફચારિત્ર (સદાચાર) આચાર એવી બાબત છે કે જેના દ્વારા વ્યક્તિ મહાનમાંથી મહાન અને હલકામાં હલકી બની શકે છે. સદાચાર વ્યક્તિને નીચેથી ઉપર ઉઠાવી ઉચ્ચ
१. मोहं कओ एत्तिउ विपलावो गच्छामि रायं आमंतिओ सि ।
–૩. ૧૩. ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org