________________
રત્નત્રય
રર૯
સિહાસન ઉપર બેસાડે છે અને દુરાચાર ઉચ્ચ સિંહાસન ઉપરથી ઉઠાવી નીચે ખાડામાં ધકેલી દે છે, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોવા છતાં પણ જો વ્યક્તિમાં સદાચારની ભાવના ન હોય તો તેનાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાર્યસાધક બની ન શકે કારણ કે તે બંનેનું પ્રયોજન વ્યક્તિને સદાચારમાં પ્રવૃત્ત કરવાનું છે. તેથી ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે વાંચેલા વેદ વ્યક્તિની રક્ષા કરી શકતા નથી. હવે પ્રશ્ન એ થાય કે સદાચાર એટલે શું ? જો સદાચાર વિષે સામાન્યરૂપે એક જ વાક્યમાં કહેવાનું હોય તો કહી શકાય કે બીજાની સાથે આપણે એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવો આપણે બીજા પાસેથી સ્વયં પ્રતિ ઈચ્છતા હોઈએ. આ સિદ્ધાંતને દૃષ્ટિમાં રાખીને જ સદાચારને ગ્રંથમાં અહિંસાના
વરૂપે વ્યક્ત કરવામાં આવેલ છે તથા આ અહિંસાની સાથે સત્ય, અચૌર્ય, પ્રહ્મચર્ય અને અપરિગ્રહ (ધન-સંપતિનો ત્યાગ) આ અન્ય ચાર આચારપરક નિયમોને જોડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, જેટલા નિયમ તથા ઉપનિયમ દર્શાવવામાં આવ્યા છે તેનું આગળ ઉપર વર્ણન કરવામાં આવશે, તે બધા આ પાંચ વ્રતોની જ પૂર્ણતા અને ખામીરહિતતા માટેના છે. જેમ જેમ આ વ્રતોના પાલનથી સદાચારમાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ વ્યક્તિ વીતરાગતા પ્રત્યે આગળ ધપતી જાય છે. જેમ જેમ વીતરાગતા પ્રત્યે તે અગ્રેસર બને છે તેમ તેમ પૂર્વબદ્ધ-કર્મ પણ આત્માથી પૃથક્ થતાં જાય છે અને જેમ જેમ પૂર્વબદ્ધ-કર્મ આત્માથી પૃથક્ થતાં જાય છે તેમ તેમ આત્મા નિર્મળતર અવસ્થાને પ્રાપ્ત કરીને મુક્તિને પ્રાપ્ત કરી લે છે.
१ वेया अहीया न हवंति ताणं ।
–૩. ૧૪. ૧૨.
पसुबन्धा सव्वेया जटुं च पावकम्पुणा । न तं तायंति दुस्सीलं कम्माणि बलवंति हि ॥
–૩. ૨૫. ૩.
२ चारित्तमायार गुणत्रिए तओ अणुत्तरं संजम पालियाणं ।
निरासवे संखवियाण कम्पं उवेइ ठाणं विउलुत्तमं धुवं ॥
–૩. ૨૦. પર.
તથા જુઓ – ઉ. ૨૮. ૩૩; ૨૯. ૫૮, ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org