________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૩ર૩
દીક્ષા સમયે સાધુ જે પાંચ મહાવ્રતોનું ગ્રહણ કરે છે તેના મૂળમાં અહિંસા અને અપરિગ્રહની ભાવના વિદ્યમાન છે. અહિંસા અને અપરિગ્રહના પણ મૂળમાં અહિંસા છે તથા આ અહિંસાની પૂર્ણતા અપરિગ્રહ વિના સંભવે નહિ. અહીં અપરિગ્રહ એટલે માત્ર ધનના સંગ્રહનો ત્યાગ એમ સમજવાનું નથી પરંતુ યાવન્માત્ર સાંસારિક વિષયોનો ત્યાગ એમ સમજવાનું છે. તેને સર્વવિરતિ કે વીતરાગતા એ શબ્દોથી પણ વ્યક્ત કરી શકાય. જેમ કે કેશિગૌતમ-સંવાદ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જન સામાન્યની બદલાતી પ્રવૃત્તિને કારણે મહાવ્રતોની સંખ્યામાં વધારો થયો તથા અપરિગ્રહ શબ્દ ધન-સંગ્રહ ત્યાગ રૂપ અર્થમાં રૂઢ થયો, સંસારના વિષયોમાં આસક્તિ હોવાને કારણે જીવ ધનાદિના સંગ્રહમાં પ્રવૃત્ત થાય છે અને તે માટે હિંસા, અસત્ય, ચોરી વગેરે અનૈતિક ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરતો કરતો એથી પણ વધારે ધનાદિના સંગ્રહમાં પ્રવૃત્ત થાય છે. આ રીતે, સંસારાસક્તિ, લોભ, ધનાદિના સંગ્રહમાં પ્રવૃત્તિ એ બધાં સર્વ પ્રકારનાં અનૈતિક કાર્યોમાં પ્રવૃત્તિ કરાવનાર છે. તેથી તે મુક્તિના માર્ગમાં પણ પ્રતિબંધક છે. તેથી ગ્રંથમાં લાભને લોભનો જનક દર્શાવતાં સંસારાસક્તિથી વિરક્ત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
ધર્મના નામે યજ્ઞમાં થનારી હિંસા જોઈને તથા વિશ્વબંધુત્વની ભાવનાથી પ્રેરિત થઈ અહિંસાને બધાં વ્રતોના મૂળ આધાર તરીકે માનવામાં આવી તથા સાધુની પ્રત્યેક ક્રિયામાં અહિંસાપૂર્વકની પ્રવૃત્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો.
સ્ત્રી-સંપર્ક ત્યાગરૂપ બ્રહ્મચર્ય પહેલાં અપરિગ્રહ અંતર્ગત ગણાતું પણ પછી, લોકોની વધતી કામાસક્તિ જોઈને ભગવાન મહાવીરે તેને પૃથક્ મહાવ્રતના રૂપે બદલી નાખ્યું તથા અન્ય વ્રતો કરતાં તેને સહુથી વધારે મુશ્કેલ પણ ગયું. આ રીતે ગ્રંથમાં અહિંસા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ ત્રણ મહાવ્રતો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. તે ઉપરાંત, સત્ય અને અચોર્ય એ બે નૈતિક વ્રતોને મેળવી મહાવ્રતોની સંખ્યા પાંચની નિયત કરવામાં આવી. સત્ય અને અચૌર્ય એ બે વ્રતોના મૂળમાં પણ અપરિગ્રહની ભાવના રહેલી છે. આ બન્નેને મહાવ્રતોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org