________________
૩૨૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ગણાવવાનું કારણ એ છે કે સાધુ પોતાની ખોટી પ્રતિષ્ઠા માટે ખોટું ન બોલે તથા લીધેલાં વ્રતોનું છૂપી રીતે અતિક્રમણ ન કરે. તેથી ગ્રંથમાં સાધુને નિશ્ચયાત્મક અને ઉપયોગહીન વાણી બોલવાનો તથા તૃણાદિ સમાન તુચ્છ વસ્તુને પણ આજ્ઞા વગર લેવાનો સ્પષ્ટ નિષેધ ફરમાવવામાં આવ્યો છે.
આ રીતે આ પાંચ નૈતિક વ્રતોનું પાલન કરવાથી જ સાધુનો આચાર પૂર્ણ થઈ જાય છે પરંતુ આ પાંચે વ્રતોનું અતિ સૂક્ષ્મ રૂપે પાલન કરવામાં આવે તો જીવ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી ન શકે કારણ કે મન, વચન અને કાયની પ્રવૃત્તિ થતાં સૂક્ષ્મ હિંસા થાય એ સ્વાભાવિક છે. તેથી આ વિષયમાં કેટલાક ખાસ નિયમો બતાવવામાં આવ્યા છે જે અનુસાર પ્રવૃત્તિ કરવાથી હિંસાદિ દોષોની સંભાવના રહેતી નથી. આ બધા નિયમોના મૂળમાં સાવધાનીપૂર્વક (પ્રમાદરહિત) સમ્યક-પ્રવૃત્તિ રહેલી છે કારણ કે પ્રમાદ કે અસાવધાનીપૂર્વક કરવામાં આવેલ નિર્દોષ એવી પ્રવૃત્તિ પણ દોષજનક છે એમ દર્શાવવામાં આવ્યું છે. તેથી ગ્રંથમાં ગૌતમને અનુલક્ષીને વારેવારે અપ્રમત્ત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. પ્રમાદપૂર્વક પ્રવૃત્તિ કેવી રીતે સંભવે એ બાબત સમજાવવા માટે સમિતિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે સાધુ ગમનાગમનમાં, વચન બોલવામાં, ભિક્ષાદિની પ્રાપ્તિમાં, વસ્તુઓ લેવા મૂકવામાં તથા ત્યાજ્ય વસ્તુઓનો ત્યાગ કરવામાં કેવી રીતે પ્રવૃત્તિ કરે તેથી તે હિંસાદિ દોષોનો ભાગીદાર ન બને. જ્યારે પ્રવૃત્તિ કરવાની આવશ્યક્તા ન હોય ત્યારે તે સમયે મન, વચન અને કાયની પ્રવૃત્તિને ગુપ્ત રાખવા માટે ત્રણ ગુપ્તિઓ દર્શાવવામાં આવેલ છે. આ ત્રણ ગતિઓને અને પાંચ સમિતિઓને જ ગ્રંથમાં પ્રવચનમાતા” કહેવામાં આવેલ છે. સમસ્ત જૈન-ગ્રંથોનું પ્રવચન (ઉપદેશ) શામાં પ્રવૃત્તિ અને શામાં નિવૃત્તિ એ દર્શાવવા માટેનું છે. આ રીતે સમસ્ત જૈન પ્રવચન ગુપ્તિ અને સમિતિમાં સમાવિષ્ટ હોવાથી તેને પ્રવચનમાતા કહેવામાં આવે છે. એ ઉપરાંત ગુપ્તિ અને સમિતિમાં સાવધાન વ્યક્તિ જ જૈન ગ્રંથોના પ્રવચનને સુરક્ષિત રાખી શકે છે તેથી આ દૃષ્ટિએ પણ તેને “પ્રવચનમાતા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org