________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૩૨૫
કહેવામાં આવે એ ઉચિત છે. સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાંથી નિવૃત્તિ તેનો (સમિતિ અને ગુપ્તિનો) મૂળ-મંત્ર છે. રાગ-દ્વેષથી થનાર મન, વચન અને કાય-સંબંધી સ્વચ્છન્દ-પ્રવૃત્તિને સમ્યક રૂપે રોકવી એ સંયમ કહેવાય તથા સંસારના વિષયોમાં થનાર સ્વચ્છન્દ પ્રવૃત્તિને થવા દેવી એ અસંયમ છે. સંયમમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવાથી તથા બધા પ્રકારની અસંયમિત પ્રવૃત્તિઓને રોકવાથી પાંચેય મહાવ્રતોની રક્ષા થાય છે. તેથી મહાવ્રતોની રક્ષા માટે સમિતિ અને ગુપ્તિરૂપ પ્રવચનમાતાઓનું પાલન કરવું આવશ્યક છે.
હવે અહીં એ વિચારવાનું છે કે સાધુના આચાર બાબત જે અન્ય નિયમોનું વર્ણન કરવામાં આવ્યું તેમાં કેવા પ્રકારે અને ક્યાં સુધી ઉપર્યુક્ત પાંચ નૈતિક મહાવ્રતોની ભાવના રહેલી છે ?
સાધુ પાસે ન તો કોઈ અંગત વસ્તુ હોય છે અને ન તો તેને તેમાં મમત્વ હોય છે. છતાં પણ, જીવન-નિર્વાહ અને સંયમનું પાલન કરવા માટે તે કેટલાંક ઉપકરણોને પોતાની પાસે રાખે છે તથા ભિક્ષાત્રનું ભક્ષણ કરે છે. સાધુની પાસે જે કાંઈ વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ હોય છે તે બધાં ગૃહસ્થ દ્વારા આપવામાં આવેલાં હોય છે અને ઘણાં સસ્તાં હોય છે જેથી તે કદાચ ખોવાઈ જાય તો દુઃખ ન થાય. તેનાથી સાધુની અપરિગ્રહની ભાવના સુરક્ષિત રહે છે. સાધુ આ ઉપકરણોની પ્રાપ્તિ માટે કોઈ પ્રકારનો ક્રય-વિજ્ય કે કોઈ પ્રકારનું ઉત્પાદન વગેરે કરતો નથી જેથી હિંસાદિ દોષોની સંભાવના રહે, આ ઉપરાંત, સાધુ ગૃહસ્થને આ ઉપકરણો દેવા માટે ફરજ પણ પાડતો નથી અને પોતાને નિમિત્તે તૈયાર કરવામાં આવેલ ઉપકરણોને જ લેતો નથી. પણ, આવશ્યક્તા થતાં, ગૃહસ્થ સ્વેચ્છાએ આપે તો જ તે લે છે. તેથી હિંસાદિ દોષોની સંભાવના રહેતી નથી. આહાર પ્રાપ્તિના વિષયમાં, જે દોષોને બચાવવાનો અને જે નિયમોનું પાલન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બધાં વસ્ત્રાદિ ઉપકરણોની પ્રાપ્તિની બાબતમાં પણ લાગુ પડે છે. આહારની બાબતમાં સ્પષ્ટરૂપે દર્શાવવામાં આવ્યું છે કે સાધુએ સંયમ અને જીવન-નિર્વાહ માટે જ આહારનું ગ્રહણ કરવું જોઈએ. જે આહારમાં હિંસાદિ દોષોની જરાય સંભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org