________________
૩ર૬ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન રહેતી હોય તેનું તેણે ગ્રહણ કરવું ન જોઈએ. જો કે આહારાદિની ઉત્પત્તિમાં ગૃહસ્થ દ્વારા થોડી સૂક્ષ્મ હિંસા થાય છે પરંતુ તે હિંસાનો ભાગીદાર સાધુ થતો નથી. કારણ કે તે સૂક્ષ્મ હિંસાને ગૃહસ્થ પોતાના નિમિત્તે કરે છે, સાધુના નિમિત્તે નહીં. તેથી ગ્રંથમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પોતાના નિમિત્તે બનાવેલ આહારનું સાધુએ ગ્રહણ ન કરવું જોઈએ. વળી ચોરી વગેરે અન્ય અનૈતિક ઉપાયોથી ઉત્પન્ન કરેલ હોય તેવા આહારને પણ તે લેવો ન જોઈએ. વળી તેને જે કંઈ લખુ સૂકું ભોજન વગેરે મળે તેમાં ઉપેક્ષાભાવ (સમભાવ) રાખીને તેણે લેવું જોઈએ. તેણે મંત્રાદિ શક્તિઓના પ્રયોગનો પણ વિનિયોગ ન કરવો જોઈએ એમ કહેવાનું એ કારણ છે કે તેના મૂળમાં પણ અહિંસા અને અપરિગ્રહની ભાવના રહેલી છે કારણ કે મંત્રાદિ તંત્રાદિ શક્તિઓનો જીવનનિર્વાહ માટે પ્રયોગ કરવાથી સાધુ ક્રય-વિક્રય કરનાર ગૃહસ્થ બની જશે અને ત્યારે તે સાધુ કય-વિયથી બધા હિંસાદિ દોષોનો ભાગીદાર પણ બની જશે. તેથી આહારાદિ ગ્રહણ કરતી વખતે અહિંસાદિ વ્રતોને ધ્યાનમાં રાખીને જ સાધુએ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ રીતે વસ્ત્રાદિ ઉપકરણ અને આહારાદિની બાબતમાં જે કંઈ નિયમ, ઉપનિયમ છે જે બધાના મૂળમાં અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોની ભાવના રહેલી છે.
જંગલ જેવા એકાન્ત સ્થાનમાં નિવાસ એટલા માટે આવશ્યક છે કે નગરમાં નિવાસ કરવાથી ધર્મ-સાધના નિર્વિને થતી નથી કારણ કે ત્યાં અનેક પ્રકારના હિંસાદિ કાર્યો થતાં રહે છે તથા સ્ત્રીઓના અનેક પ્રકારના હાવ-ભાવ નજરે ચઢે છે જેથી સંયમમાં સ્થિર રહેવું મુશ્કેલ બને છે. ગૃહસ્થના ઘરમાં ચોરી વગેરે થતાં, સાધુને પણ શંકાના કારણે પકડી લેવામાં આવે એમ પણ બની શકે. તેથી મહાવ્રતોની રક્ષા માટે સાધુએ સ્ત્રી આદિના આવાગમનથી રહિત અરણય વગેરે એકાન્ત સ્થળે રહેવું એવું વિધાન કરવામાં આવ્યું છે. ચિત્તની એકાગ્રતારૂપ તપ વગેરે પણ એકાંતમાં જ સંભવે છે. સાધુએ એક સ્થળે ન રહેતાં, દેશદેશાન્તરમાં વિહાર કરવો જોઈએ કારણ કે એક સ્થળે સ્થિર રહેવાથી મોહ જન્મે. વર્ષાકાળમાં જો કે શુદ્ર જીવો ખૂબ પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય છે તેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org