________________
૪૦૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
૩ વનપ્રસ્થાશ્રમ તથા ૪ સન્યાસાશ્રમ.
૧ બ્રહ્મચર્યાશ્રમ : આ જીવનની પ્રારંભિક અવસ્થા હતી અને આ અવસ્થા ગાર્હસ્થ જીવનમાં પ્રવેશ કરવાની અવસ્થા સુધી રહેતી હતી. આમાં વ્યક્તિ બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરતાં કરતાં મુખ્યત્વે વિદ્યાધ્યયન કરતી હતી.
૨ ગૃહસ્થાશ્રમ : વિદ્યાધ્યયન બાદ બ્રહ્મચર્યાશ્રમમાંથી વ્યક્તિ, ગાર્હસ્થજીવનમાં પ્રવેશતી હતી. ગ્રંથમાં ગૃહસ્થાશ્રમીને “ધોરાશ્રમી' કહેવામાં આવેલ છે. કારણ કે આ આશ્રમમાં રહેનાર વ્યક્તિએ ચારે આશ્રમવાળી વ્યક્તિઓનું ભરણ પોષણ કરવું પડતું. આમ આ આશ્રમસ્થ વ્યક્તિ ઉપર ચારેય આશ્રમવાળી વ્યક્તિઓનો ભાર રહેતો હોવાથી આ આશ્રમ ઘણો કઠિન હતો. તેનું યોગ્ય રીતે પાલન કરવાનું કામ ક્ષત્રિયોનું જ હતું. તેથી જ્યારે નમિ રાજર્ષિ ગૃહસ્થાશ્રમ છોડી સન્યાસાશ્રમમાં પ્રવેશવા તત્પર થયા હતા ત્યારે બ્રાહ્મણ વેષધારી ઈન્દ્ર ગૃહસ્થાશ્રમની કઠોરતા આદિનું કથન કરી આ આશ્રમ ન છોડવા જણાવે છે.
૩ વાનપ્રસ્થાશ્રમ : ગૃહસ્થાશ્રમ બાદ વ્યક્તિ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરતી હતી. તેમાં તે મુખ્યરૂપે સન્યાસાશ્રમમાં પ્રવેશ કરવાનો અભ્યાસ કરતી હતી.
૪ સન્યાસાશ્રમ : આમાં વ્યક્તિ ગાર્હસ્થજીવનથી પૂર્ણ મુક્ત થઈ સાધુ બની જતી અને તપાદિની સાધના કરતી.
આમ તે સમયની સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા વર્ણાશ્રમ-વ્યવસ્થા ઉપર નિર્ભર હતી તથા પ્રત્યેક વર્ણ અને આશ્રમવાળી વ્યક્તિઓનાં કાર્યો જુદાં જુદાં હતાં.
પારિવારિક જીવન તે સમયે સમાજ વર્ણાશ્રમ ઉપરાંત અનેક પરિવારોમાં કુટુંબોમાં) વિભક્ત હતો. આ પરિવાર નાના-મોટા બધી જાતના પ્રકારના હતા. સામાન્યરૂપે એક પરિવારમાં માતા-પિતા, પુત્ર અને પુત્રવધૂઓ રહેતી. કોઈ કોઈ પરિવારમાં
૧ જુઓ - પૃ. ૨૩૫, પા. ટિ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org