________________
૪૦૧
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ અન્ય સંબંધીજનો પણ રહેતા. આ બધા પરિવારોમાં મુખ્યરૂપે પુરુષ શાસક હતો અને નારી શાસિત હતી. પરિવારોના કેટલાક પ્રમુખ સભ્યોની સ્થિતિ આ મુજબ હતી.
માતા, પિતા અને પુત્ર ? પરિવારમાં માતાપિતાનું સ્થાન સર્વોપરિ હતું. તેથી દીક્ષા લેતી વખતે સાધકે માતાપિતાની આજ્ઞા લેવી પડતી. પિતા બધાનું પાલન પોષણા કરતા. વૃદ્ધાવસ્થા આવતાં, તે પોતાનો ભાર પુત્રને સોંપી દેતો. પોતાના પુત્રની રક્ષા માટે તે બધું ન્યોછાવર કરવા તૈયાર રહેતા. માતાને મન પુત્ર અત્યંત પ્રિય હતો. તેથી જ્યારે પુત્ર દીક્ષા લેવા તૈયાર થતો ત્યારે માતાપિતા બહુ જ દુઃખી થતા. એવે સમયે કોઈ કોઈ વાર માતાપિતા પણ દીક્ષા લેતાં. એમની દૃષ્ટિમાં પુત્રથી જ ઘરની શોભા વધતી. ભૃગુ પુરોહિતના બંને પુત્રો જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તે પ્રથમ તેમને સાંસારિક ભોગો પ્રત્યે પ્રલોભિત કરે છે પરંતુ જ્યારે તેના પ્રલોભનની અસર થતી નથી ત્યારે ભગુ પુરોહિત કહે છે : “જેમ વૃક્ષ પોતાની શાખાઓથી શોભા પ્રાપ્ત કરે છે તેમ અને શાખાઓ કપાઈ જતાં શોભાહીન સ્થાણુ (ઠુંઠું) માત્ર બની જાય છે તે રીતે માતાપિતા પોતાના પુત્રોથી શોભે અને તેમના અભાવમાં નિસહાય બની જાય છે. આ રીતે જેમ પક્ષ (પાંખોથી વિહીન પક્ષી, યુદ્ધસ્થળમાં તેનાથી વિહીન રાજા, વહાણ ડૂબવાથી ધનરહિત વૈશ્ય નિસ્સહાય થઈ જાય છે તેમ હું પણા પુત્ર વગર નિસ્સહાય છું. તેથી મારું
१. माया पिया ण्हुसा माया भज्जा पुत्ता य ओरसा ।
–૩. ૬. ૩.
२ पिया मे सव्वसारंपि दिज्जाहि मम कारणा ।
–૩. ૨. ર૪.
૩ માયા વિ છેપુખ્તમોગક્રિયા !
–૩. ૨૦. ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org