________________
૪૦૨
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
ઘરમાં રહેવું ઉચિત નથી. આમ માતા જ્યારે પુત્ર કે પતિને દીક્ષિત થતા જોતી ત્યારે ક્યારેક ક્યારેક તે સ્વયં પણ તેમનું અનુસરણ કરતી હતી કારણ કે સ્ત્રી માટે ઘરની શોભા પતિ અને પુત્રને લીધે જ હતી.
ભાઈબધું પ્રાયઃ ભાઈબધુઓમાં ચિરસ્થાયી પ્રેમ હતો એમ જોવા મળે છે. ચિત્ત અને સંભૂત નામના બે ભાઈ પાંચ પાંચ જન્મ સુધી સાથે સાથે જન્મ્યા પછી છઠ્ઠા જન્મમાં પોતપોતાના કર્મોના વિપાકથી પૃથક પૃથક રીતે આવિર્ભાવ પામ્યા. તેમનાથી જ્યારે એક ભાઈને જાતિ-સ્મરણ થયું ત્યારે તે પોતાના બીજા ભાઈની તપાસ માટે પ્રયત્ન કરે છે તથા તેને પણ પોતાની જેમ ઉચ્ચ વૈભવશાળી બનવા ઈચ્છે છે. જયઘોષ મુનિ પોતાના ભાઈ વિજયઘોષના કલ્યાણ માટે તેને સદુપદેશ આપી સન્માર્ગ સ્થાપે છે. ઈષકાર દેશના છ જીવ પણ આ રીતે પૂર્વ જન્મ (ના ખ્યાલ) દ્વારા સંબંધ જાળવે છે.
નારી : નારી પોતાના અનેક સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. જેમ કે : માતા, પત્ની, બહેન, વધૂ, પુત્રી, પુત્રવધૂ વેશ્યા વગેરે. ગ્રંથોમાં નારીની આ
१ पहीणपुत्तस्स हु नस्थि वासो वासिट्टि भिक्खायरियाइ कालो ।
साहाहि रूक्खी लहइ समाहिं छित्राहि साहाहि तमेव खाणं ॥ पंखाविहणो व्व जहेह पक्खी भिच्चाविहूणो व्ब रणे नरिंदो। विवित्रसारो वणिओ व्व पोए पहीणपुत्तोमि तहा अहंपि ।।
–૩. ૧૪. ર૯-૩૦. २ पलेत्ति पुत्ता य पई य मज्झं ते हं कहं नाणुगमिस्समेक्का ।
–૩. ૧૪. ૩૬. 3 आसिमो भायरा दीवि अन्त्रमनवसाणुगा ।
–૩. ૧૩. ૩. તથા જુઓ - પરિશિષ્ટ ૨. ૪ ઉ. અધ્યયન ૨૫. ૫ ઉ. અધ્યયન ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org