________________
રાત્રય
૨૪૧
વિશ્વાસ અને ચારિત્ર પણ અપેક્ષિત છે. તેથી રત્નત્રયની ત્રિપુટી કે જેને મોક્ષના માર્ગ તરીકે દર્શાવવામાં આવેલ છે તે ઉચિત જ છે. આ ત્રણેનું સંમિલિત નામ “ધર્મ' પણ છે અને આ ધર્મ શબ્દ પ્રથમ પ્રકરણમાં વતિ “ધર્મદ્રવ્ય” કરતાં જુદો છે. એ પુણ્યકર્મનો પણ વાચક નથી કારણ કે પુણ્યકર્મ બંધનનું કારણ છે. આ ધર્મ શબ્દ નિષ્કામ અને શુદ્ધ સદાચારના અર્થનો વાચક છે. જો કે વિશ્વાસ અને સત્યજ્ઞાન વિના પૂર્ણ અને શુદ્ધ સદાચાર સંભવે નહીં તેથી અહીં ધર્મ શબ્દનો અર્થ સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર પરક માનવામાં આવેલ છે. જે આ પ્રકારના ધર્મવાળા છે તે જ “સનાથ' અને ધાર્મિક' છે અને જે આ પ્રકારના ધર્મથી રહિત છે તે “સનાથ” અને “અધાર્મિક છે. આ રીતે આ ધર્મ શબ્દ મીમાંસાદર્શનના યજ્ઞ-યાગાદિક્રિયારૂપ ધર્મ શબ્દથી પણ જુદો છે. શ્રદ્ધાવાન જ પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પછી સંયતેન્દ્રિય બને છે. એવો ગીતાનો ઉપદેશ અહીં પૂર્ણરૂપે લાગુ પડે છે.
રત્નત્રયમાં પ્રથમ સ્થાન સમ્યગ્દર્શનનું છે અને તે ભક્તિ (શ્રદ્ધા) ઉપર આધારિત છે. શ્રદ્ધા વગર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્રિયામાં પ્રવૃત્ત થઈ શકતી નથી. જો કદાચ પ્રવૃત્ત થાય તો તેમાં દઢતાનો અભાવ હોવાથી પતિત થવાની સંભાવના રહે છે તેથી જરૂરી હતું કે જ્ઞાન અને ચારિત્રની પહેલાં શ્રદ્ધાને ઉત્પન્ન કરનાર સમ્યગ્દર્શનને સ્વીકારવામાં આવે. આ મુક્તિ તરફ આગળ વધવા માટે પ્રથમ સીડી છે તથા જ્ઞાન અને ચારિત્રની આધારશિલા પણ છે. સૃષ્ટિકર્તા તરીકે ઈશ્વરને સ્વીકારવામાં આવેલ નથી એ કારણે તથા પોતાના જ કર્મથી જીવમાં ઉત્થાન અને પતનની શક્તિને માનવાને કારણે જો કે શ્રદ્ધા કે ભક્તિની કોઈ આવશ્યક્તા નહોતી પરંતુ જ્ઞાન અને ચારિત્રમાં શ્રદ્ધા સિવાય પ્રવૃત્તિ સંભવે નહીં. તેથી સમ્યગ્દર્શનનો અર્થ “ઈશ્વર-ભક્તિ ન કરતાં, જિનપ્રણીત નવ પરમાર્થ સત્યોમાં વિશ્વાસ એવો અર્થ કરવામાં આવે છે. જેને દર્શનમાં જિનેન્દ્રભક્તિને સમ્યગ્દર્શનનું અંગ માનવામાં આવે છે તેનું કારણ એ કે તેનાથી જિનપ્રણીત તત્ત્વોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અહીં પરમાર્થસત્યનું
૧ ગીતા ૪. ૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org