________________
૨૪૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
તાત્પર્ય કોઈ નક્કર દ્રવ્ય સંબંધી નથી પણ ચેતન અને અચેતનમાં થનાર પરસ્પર સંબંધોની કારણકાર્યશૃંખલા સંબંધી છે અને તે બૌદ્ધદર્શનમાં દર્શાવવામાં આવેલ ચાર આર્યસત્યો સાથે સામ્ય ધરાવે છે. બૌદ્ધદર્શનમાં આત્મ-અનાત્મવિષયક કોઈ તફાવત નથી અને તેની પરમાર્થ સત્તા પણ નથી. તેથી તે આર્યસત્યોમાં ચેતન અને અચેતનનો સમાવેશ કરવામાં આવેલ નથી. પરંતુ અહીં આત્મઅનાત્મવિષયક ભેદ અન્ય સત્ય જેટલો જ પરમાર્થસત્ય છે કારણ કે આત્મઅનાત્મને પરમાર્થસત્ય સ્વીકાર્યા વગર કોને બંધન, કોને મુક્તિ, કોનાથી બંધન અને શામાંથી મુક્તિ માનવામાં આવશે ? તેથી ગ્રંથમાં જીવાદિ નવ પરમાર્થ સત્યોમાં વિશ્વાસ કરવો તેને સમ્યગ્દર્શન કહેવામાં આવેલ છે. આ સમ્યગ્દર્શન શબ્દમાં એક બીજો અર્થ પણ રહેલો છે. તે આ પ્રમાણે છે : “સતું દૃષ્ટિને પ્રાપ્ત કરવી.” સહુ દષ્ટિને પ્રાપ્ત કરવી એટલે પરમાર્થમાં સ્થિત થવું. તેથી સમ્યગ્દર્શનને રત્નત્રયનું ઉપલક્ષણ માનીને રત્નત્રયધારીને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. બૌદ્ધદર્શનમાં પણ મુક્તિના સાધનભૂત પ્રજ્ઞા, શીલ અને સમાધિ પહેલાં આ સત્ દષ્ટિને સ્વીકારવામાં આવેલ છે અને તે બૌદ્ધદર્શનમાં આર્ય-અષ્ટાંગ માર્ગના નામે પ્રસિદ્ધ છે. ગ્રંથમાં સમ્યગ્દર્શનના જે દસ ભેદ ગણાવવામાં આવ્યા છે તે તેની ઉત્પત્તિની નિમિત્તકારાતા રૂપ ઉપાધિની અપેક્ષાએ છે કારણ કે સત દષ્ટિને પ્રાપ્ત કરવી અથવા પરમાર્થસત્યોમાં વિશ્વાસ કરવો એ સર્વત્ર અપેક્ષિત છે.
અહીં હું એક બીજી વાત એ સ્પષ્ટ કરવા માંગુ છું કે દર્શનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર “દર્શન' ગુણ-વિશેષ શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન નથી કારણ કે શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન દર્શન મોહનીય કર્મના ક્ષયનું પ્રતિફળ છે, દર્શનાવરણીય કર્મના ક્ષયનું પરિણામ નથી. દર્શનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર ‘દર્શન' ગુણા-વિશેષ જ્ઞાનની પૂર્વાવસ્થા છે અર્થાત્ વિષય અને વિષયીનો સન્નિપાત થતાં જે સર્વ પ્રથમ નિરાકાર સામાન્ય બોધ થાય છે તેન “દર્શન' કહેવામાં આવે છે અને દર્શન પછી (વિષય-વિષયના સન્નિપાતના ઉત્તરકાળમાં) થનાર સાકાર (વિશેષ) બોધને “જ્ઞાન” કહેવામાં આવે છે. આમ “દર્શન” ગુણનો અર્થ છે નિરાકારાત્મક સામાન્યજ્ઞાન અને સમ્યગ્દર્શન શબ્દનો અર્થ છે “પરમાર્થભૂત સત્યોમાં વિશ્વાસ.” આ ઉપરાંત સમ્યજ્ઞાનનો અર્થ થાય છે : સમ્યગ્દર્શનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org