________________
રત્નત્રય
૨૪૩
દ્વારા શ્રદ્ધા રાખવામાં આવેલ પદાર્થોનું યથાવસ્થિત સાકારાત્મક વિશેષ જ્ઞાન.
રત્નત્રયમાં દ્વિતીય સ્થાન સમ્યજ્ઞાનનું છે જેના અભાવમાં સમ્યકુચારિત્ર સ્થિર રહી શકતું નથી કારણ કે જયાં સુધી સત્યજ્ઞાન નહીં થાય ત્યાં સુધી સદાચારમાં સભ્યપ્રવૃત્તિ કેવી રીતે થઈ શકે ? જ્ઞાનના અભાવમાં શ્રદ્ધા પણ ચિરસ્થાયી થઈ શકતી નથી. જ્યારે સત્યજ્ઞાન થાય છે ત્યાર પછી દુરાચારમાં પ્રવૃત્તિ કરવાનું કોઈ કારણ રહેતું નથી કારણ કે દુરાચારમાં પ્રવૃત્તિનું કારણ અજ્ઞાન છે. અહીં ચેતન અને અચેતન વચ્ચેના પાર્થક્યનો બોધ એજ સત્યજ્ઞાન છે જ્યારે બૌદ્ધદર્શનમાં ચેતનની પૃથક પ્રતીતિ થવી એ મિથ્યાજ્ઞાન છે. બૌદ્ધદર્શનમાં ચેતન દ્રવ્યનો સ્વીકાર નથી થયો તેથી “આત્મજ્ઞાન” મિથ્યા કહેવામાં આવેલ છે અને પ્રસ્તુત ગ્રંથમાં અચેતનરૂપ ભૌતિક શરીરાદિથી ચેતનની પૃથક્ પ્રતીતિ કરાવવા માટે “આત્મજ્ઞાનને સમ્યજ્ઞાન માનવામાં આવેલ છે. જ્યાં સુધી ભેદાત્મક આત્મજ્ઞાન નથી થતું ત્યાં સુધી સંસારના વિષયોમાંથી વિરક્તિ થઈ શકતી નથી. તેથી આત્મજ્ઞાનને સત્યજ્ઞાનના રૂપે પ્રદર્શિત કરી જ્ઞાનને આત્માનો સ્વાભાવિક ગુણ માનવામાં આવેલ છે અને તે કર્મરૂપી આવરણ (જ્ઞાનાવરણીય) દૂર થતાં પ્રગટ થાય છે.
ઉત્તરાધ્યયનમાં જ્ઞાનનું વિભાજન તેની વિભિન્ન પાંચ અવસ્થાઓના આધારે કરવામાં આવેલ છે. જ્ઞાનના આ વિભાજનમાં એટલી વિશેષતા છે કે શાસ્ત્રજ્ઞાનનું મહત્ત્વ પ્રગટ કરવા માટે પ્રસ્તુત ગ્રંથમાં શ્રુતજ્ઞાનને પ્રથમ ગણાવવામાં આવેલ છે જ્યારે જેનદર્શનમાં શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં મતિજ્ઞાન (આભિનિબોધિકજ્ઞાન)ને નિમિત્ત માનીને મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનની પહેલાં દર્શાવવામાં આવેલ છે.
ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન બધા સંસારી જીવોમાં હીનાધિકરૂપે અવશ્ય જોવા મળે છે કારણ કે બધા સંસારી જીવોમાં ઓછામાં ઓછી સ્પર્શેન્દ્રિય અવશ્ય હોવાથી તજ્જન્ય જ્ઞાન અવશ્યભાવી છે. તેથી જ્ઞાનને જીવનું સ્વરૂપ માનવામાં
૧ જુઓ – પૃ. ૨૦૮ પા. ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org