SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રય આવેલ છે. અન્યથા તપ સદાચારથી જુદું એવું અન્ય કારણ નથી. આ ઉપરાંત, અહીં જ્ઞાન અને દર્શનને મોક્ષમાર્ગનાં લક્ષણ તરીકે દર્શાવવામાં આવેલ છે એ પરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાન અને દર્શનના અભાવે કરવામાં આવેલ સદાચાર અભીષ્ટ સાધક નથી. ૩ રથનેમી અધ્યયનમાં જ્યારે અરિષ્ટનેમી દીક્ષા લે છે ત્યારે વાસુદેવ કહે છે : ‘હે જિતેન્દ્રિય, તું તરત જ અભીષ્ટ મનોરથને પ્રાપ્ત ક૨. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા અને નિર્લોભતાથી વૃદ્ધિને પ્રાપ્ત કર. અહીં, તપ,ક્ષમા અને નિર્લોભતા એ પણ ચારિત્રના જ અંશ છે. ૧૮૯ ૪ જ્યારે મૃગાપુત્ર સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે ત્યારે એ પ્રસંગે ગ્રંથમાં કહેવામાં આવ્યું છે : ‘આ રીતે જ્ઞાન, સદાચાર, વિશ્વાસ, તપ અને વિશુદ્ધ ભાવનાઓ દ્વરા પોતાના આત્માને પરિશુદ્ધ કરીને ઘણાં વર્ષો સુધી સાધુ-ધર્મનું પાલન કરીને તથા એક માસનો ઉપવાસ કરીને તેણે અનુત્તર સિદ્ધ-ગતિ પ્રાપ્ત કરી. અહીં સાધુ-ધર્મનું પાલન, ભાવનાઓનું ચિંતન, ઉપવાસ વગેરે રત્નત્રયની જ વૃદ્ધિમાં સહાયક અંગ છે. ૫ ‘બોધિલાભ’ને ભગવાનની સ્તુતિનું ફળ દર્શાવતાં કહેવામાં આવ્યું છે : ‘જ્ઞાન, દર્શન અને ચારીત્રરૂપ બોધિલાભથી મુક્ત થઈ જીવ સંસારના આવાગમનનો અંત લાવનાર સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત કરે છે અથવા કલ્પવિમાનવાસી દેવ-પદને પ્રાપ્ત કરે છે. આ રીતે સર્વગુણ સંપન્નતા (જ્ઞાન-દર્શન-ચારિત્ર)નું ફળ અપુનરાવૃત્તિપદ (મોક્ષ)ની પ્રાપ્તિ છે એમ દર્શાવવામાં આવ્યું છેTM. १. वासुदेवो य णं भणइ लुत्तकेसं जिइंदियं । इच्छियमणोरहे तुरियं पावेसू तं दमीसरा ॥ नाणेणं दंसणेणं च चरितेण तहेव य । खंतीए मुत्तीए वड्ढमाणो भवाहि य ।। Jain Education International ૨૩. ૧૯. ૯૫-૯૯. ૩ ૩. ૨૯. ૧૪. ४ सव्वगुणसंपन्नयाए णं अपुणरावितिं जणयइ । अपुणराविति पत्तए य णं जीवे सारी रमाणसाणं दुक्खाणं नो भागी भवइ । For Private & Personal Use Only –૩. ૨૨. ૨૫. ૨૬. ૧૩. ૨૯. ૪૪. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy