________________
૧૯૦
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
૬ પ્રમાદસ્થાનીય અધ્યયનના પ્રારંભમાં સંપૂર્ણ દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો એકાંત હિતકારી ઉપાય દર્શાવતાં કહેવામાં આવ્યું છે : “સંપૂર્ણા જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના ત્યાગથી, રાગ અને દ્વેષના ક્ષયથી એકાત્ત સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે, તે જ તથ્યનું સમર્થન કરતાં આગળ ઉપર લખવામાં આવ્યું છે : “શ્રેષ્ઠ અને વૃદ્ધ લોકો (વિર-મુનિઓ)ની સેવા, મુર્ખ પુરુષોની સંગતિનો ત્યાગ (સમ્યગ્દર્શન), એકાન્તમાં નિવાસ, સ્વાધ્યાય, સૂત્રાર્થ-ચિંતન (સમ્યકજ્ઞાન) અને શૈર્ય એ મોક્ષનો માર્ગ છે.
આમ વિશ્વાસ (સમ્યગ્દર્શન-સમ્યકત્વ), જ્ઞાન (સમ્યજ્ઞાન) અને સદાચાર (સમ્યક્રચારિત્ર)રૂપ રત્નત્રય જ મુક્તિ માટેનું પ્રધાન સાધન છે. અહીં એટલી વિશેષતા છે કે આ ત્રણે સંમિલિતરૂપે જ મુક્તિનાં સાધન છે છૂટાં છૂટાં ત્રણ સાધનો નથી. તેથી આ ગીતાના ભક્તિયોગ (વિશ્વાસ-સમ્યકત્વ) જ્ઞાનયોગ (સમ્યકજ્ઞાન) અને કર્મયોગ (સદાચાર)ની જેમ પૃથક પૃથક્ ત્રણ માર્ગો નથી. તત્ત્વાર્થસૂત્રકારે એ માટે રત્નત્રયને મોક્ષનો માર્ગ દર્શાવતાં “માર્ગ' શબ્દનો એક વચનમાં પ્રયોગ કર્યો છે.
જ્ઞાનમાત્રથી મુક્તિનો સંભવ નથી જ્ઞાન વગર મુક્તિનો સંભવ નથી. આ વૈદિક-સંસ્કૃતિમાં વિશ્વાસ કરનારા અને જ્ઞાનમાત્રથી મોક્ષ મળે એવું માનનારાઓ १ अच्चतंकालस्स समूलगस्स सव्वस्स दुक्खस्स उ जो पमोक्खो ।
तं भासओ मे पडिपुण्णचित्ता सुणेह एगग्गहियं हियत्थं ।। नाणस्स सव्वस्स पगासणाए अन्नाणमोहस्स विवज्जप्पाए । रागस्स दोसस्स य संखएणं एगन्तसोक्खं समुवेइ मोक्खं ।।
–૩. ૩ર. ૧-૨. ૨ ૩. ૩૨. ૩. ૩ ભ. ઢ. 4., પૃ. ૮૧. ४ सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ।
–ત. સૂ. ૧. ૧. ५ तमेव विदित्वाऽतिमृत्युमेति । नान्यः पन्था विद्यतेऽयनाय ।।
-તાચતર નિષદ્ ૬. ૧૫. તથા જુઓ : એજન ૩. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org