________________
રત્નત્રય
૧૯૧
પ્રત્યે ગ્રંથમાં કહેવામાં આવ્યું છે : “કેટલાક લોકો એમ માને છે કે પાપાચારનો ત્યાગ કર્યા વગર માત્ર આર્યકર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી દુઃખોમાંથી છૂટકારો મળી જાય છે. આ રીતે, જ્ઞાન-માત્રથી બંધન અને મોક્ષનું કથન કરનારી આ આચારહીન વ્યક્તિઓ સ્વયંને માત્ર પોતાનાં વચનોથી આશ્વસ્ત કરે છે કારણ કે જ્યારે અનેક પ્રકારની ભાષાઓનું જ્ઞાન રક્ષક થઈ શકતું નથી ત્યારે મંત્રાદિ વિદ્યાઓનું શિક્ષણમાત્ર વિદ્યાનું શાસવ) કેવી રીતે રક્ષક બની શકે ? આમ, પાપ-કર્મમાં નિમગ્ન અને પોતે પોતાની જાતને પંડિત માનનારા લોકો ખરેખર તો મુર્ખ છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાનમાત્રથી મુક્તિની કલ્પના કરવી એ મૂર્ખતા છે. વાસ્તવમાં, ચારિત્ર વગર જ્ઞાન પાંગળું અને ભારૂપ છે, જ્ઞાન વગર ચારિત્ર આંધળું છે તથા દઢ વિશ્વાસ વગર જ્ઞાન અને ચારિત્રમાં પ્રાણરૂપતા (દઢતા)નો અભાવ છે. જો આચારૂપ ક્રિયાના અભાવમાં માત્ર જ્ઞાનથી કાર્યસિદ્ધિ થાય એમ માની લેવામાં આવે તો, સર્વ રોગોની દવાનો જાણકાર ડૉક્ટર દવા લીધા વગર જ સ્વસ્થ થઈ જ્યાં જોઈએ. પરંતુ, આવું જોવા મળતું નથી. અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે – ગ્રંથમાં સંસાર અને દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે એમ દર્શાવવામાં આવ્યું છે તો તેનાથી નિવૃત્ત થવાનો ઉપાય પણ જ્ઞાનની પ્રાપ્તિ જ હોવો જોઈએ, શ્રદ્ધા અને ચારિત્રને માનવાની શી જરૂર છે ? જો કે આ કથન ઠીક છે પરંતુ તે સાચા જ્ઞાનની પ્રાપ્તિ માટે દઢ-શ્રદ્ધા અને આચાર પણ અપેક્ષિત છે. જ્યાં સુધી દઢ-શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ માટેનો ઝોક ન સંભવી શકે તથા જ્યાં સુધી ઈન્દ્રિયોની ચંચળતાને રોકી જ્ઞાન-પ્રાપ્તિ માટે પ્રયત્ન નહીં કરવામાં આવે ત્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે નહીં.
१ इहमेगे उ मनंति अप्पच्चक्खाय पावगं ।
आयरियं विदित्ता णं सव्वदुक्खा विमुच्चई ।। भणंता अकरेंता य बंधमोक्खपइण्णिणो । वायविरियमेत्तेण समासासेंति अप्पयं ।। न चिन्ता तायए भासाो विज्जाणुसासणं । विसण्णा पावकम्मेहिं बाला पंडियमाणिणो ॥
–૩. ૬. ૯-૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org