________________
જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર'
નિર્યુક્તિકારે ‘ઉત્તર’ શબ્દનો અર્થ આમ કર્યો છે; જેનું ‘આચારાંગ' વગેરે પછી અધ્યયન કરવામાં આવે તે. આનો અર્થ એવો થયો કે ‘આચારાંગાદિ’ પછી વંચાતા હોવાથી આને ‘ઉત્તર’ એવું નામ આપવામાં આવ્યું. ચૂર્ણિકાર, બૃહદ્ વૃત્તિકાર આદિ આ મતનું સમર્થન કરે છે.
ઉત્તર શબ્દ પૂર્વ-સાપેક્ષ હોવાથી તથા ‘ઉત્તરકાંડ’, ‘ઉત્તરરામચરિત’ વગેરેમાં પ્રયુક્ત શબ્દનો અર્થ પશ્ચાદ્ભાવી થતો હોવાથી ‘ઉત્તરાધ્યયન’માં પ્રયુક્ત ‘ઉત્તર’ શબ્દનો અર્થ ‘પશ્ચાદ્ભાવી' એમ કરવો યોગ્ય લાગે છે. તેના અધ્યયન ઉત્તરોત્તર પ્રધાન (શ્રેષ્ઠ) છે માટે આવું નામ આપવામાં આવ્યું છે એમ ઉપલબ્ધ ‘ઉત્તરાધ્યયન’ના આધારે કહી શકાય તેમ નથી. એ રીતે ‘જવાબ' (પૂછ્યા વગરના પ્રશ્નોના ઉત્તર) એવો અર્થ પણ ઉપલબ્ધ રચનાની દષ્ટિએ યોગ્ય લાગતો નથી. જો કે ધવલા-ટીકા આદિ દિગમ્બર-ગ્રંથો તથા કલ્પ-સૂત્ર, ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત આદિ શ્વેતાંબર-ગ્રંથોમાં ઉલ્લિખિત ‘ઉત્તરાધ્યયન’ના વિષય સાથે આ અર્થ મહામહેનતે સંગત થાય છે. પરંતુ, ઉપલબ્ધ, ‘ઉત્તરાધ્યયન’ના આધારે એમ કહેવું સંભવે તેમ નથી.
ઉપર્યુક્ત વિવેચનથી ‘ઉત્તર’ શબ્દનો અર્થ ‘પાશ્ચાદ્ભાવી’ જ સિદ્ધ થાય છે. અહીં એક પ્રશ્ન વળી ઉદ્ભવે છે કે ‘પદ્માભાવી' શબ્દનું શું તાત્પર્ય છે ? પછીની રચના કે પછીથી જેનું અધ્યયન કરવામાં આવે ? મારી માન્યતા પ્રમાણે ઉત્તરાધ્યયન-નિર્યુક્તિ આદિ શ્વેતામ્બર-ગ્રંથો તથા ગોમ્મટસાર-જીવકાંડ આદિ દિગમ્બર ગ્રંથોના આધારે પછીથી જેવું અધ્યયન કરવામાં આવે એવો અર્થ
१ कम उत्तरेण पगयं आयारस्सेव उवरिमाइं तु । तम्हा उ उत्तरा खुल अज्झयणा हुंति णायव्वा ॥
—૩. નિ ગાથા ૩. ૨૩. નિ. ગાથા ઉપર ચૂર્ણિ અને વૃવૃત્તિ તથા જુઓ પૃષ્ઠ ૧૪, પા. ટિ. ૧ उ उत्तराणि अधीयंते पठ्यंते आत्मन्निति उत्तराध्ययनम् ।
-ગો. ની. નીલપ્રશ્નોધિની સંસ્કૃત-ટીા ।
તથા જુઓ - પૃ. ૨૯, પા. ટિ. ૩, પૃ. ૩૧ પા. ટિ. ૨
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org