________________
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
અધ્યયન' શબ્દનો અર્થ “વાંચવું' એમ થાય છે પરંતુ, અહીં તે શબ્દ પરિચ્છેદ (પ્રકરણ કે અધ્યાય)ના અર્થમાં પ્રયોજાયેલ છે. નિર્યુક્તિકાર અને ચૂર્ણિકારે તેનો જરા વિશેષ અર્થ પણ આપ્યો છે. પરંતુ, તાત્પર્ય તો પરિચ્છેદ તરીકેનું જ છે કારણ કે ગ્રંથમાં પ્રત્યેક પરિચ્છેદ માટે “અધ્યયન' શબ્દનો પ્રયોગ થયો છે. સૂત્ર શબ્દનો સામાન્ય અર્થ: જેમાં શબ્દ ઓછા હોય અને અર્થ વિપુલ હોય. જેમ કે : તત્ત્વાર્થસૂત્ર, પાતંજલ-યોગ-સૂત્ર, બ્રહ્મસૂત્ર વગેરે, “ઉત્તરાધ્યયન'માં એવા પ્રકારની સૂત્રરૂપતા નથી પણ એ સામાન્ય અર્થથી વિરુદ્ધ અહીં તો શબ્દોનો વિસ્તાર જ અધિક પ્રમાણમાં છે. જો કે “ચરણવિધિ' જેવાં કેટલાંક અધ્યયનનોમાં કેટલાંક સ્થળો એવાં છે ખરાં જ્યાં શબ્દ ઓછા અને અર્થ વધારે હોય ! મોટે ભાગે બીજે તો વિષયનો વિસ્તાર જ અધિક પ્રમાણમાં છે. આત્મારામજીએ “ઉત્તરાધ્યયન'ની ભૂમિકામાં કેટલીક નિર્યુક્તિની ગાથાઓ ઉદ્ધત કરી છે તથા સૂત્ર શબ્દની અનેક પ્રકારે વ્યુત્પત્તિ આપીને તેને “સૂત્રગ્રંથ' તરીકે સિદ્ધ કર્યો છે પણ સામાન્ય વ્યવહારમાં પ્રયુક્ત શબ્દનું લક્ષણ અહીં બંધબેસતું થતું નથી. તેનું પ્રાકૃત રૂ૫ “સુત્ત” છે અને તે વૈદિક સૂક્તો (મંત્રો)ની જ જેમ “ગાથા'ના અર્થનું સૂચન કરે છે. “ઉત્તરાધ્યયન-સૂત્ર'નો સામાન્ય અર્થ આવો છે. ઉત્તર' શબ્દના અર્થની બાબતમાં “મૂલસૂત્ર' શબ્દની જેમ વિદ્વાનોની દૃષ્ટિએ મતભેદ છે, એનું કારણ ઉત્તરાધ્યયન'ની રચનાના વિષયમાં વિભિન્ન સંકેતો ગણી શકાય. તેથી અહીં “ઉત્તર’ શબ્દનો અર્થ વિચારણીય છે.
अज्झप्पस्साणयणं कम्माणं अवचओ उवचियाणं । अणुचयओ व णगाणं तम्हा अज्झयणमिच्छति ।। अहिगम्मति व अत्था अणेण अहियं व णयणमिच्छति । अहियं च साहु गच्छइ तम्हा अज्झयण मिच्छति ।।
–૩. નિ ગાથા ૬-૭
તથા જુઓ - વૃત્તિ પૃ. ૬-૭ પૂff પૃ. ૬-૭ ૨ ૩. મા. . ભૂમિકા પૃ. ૧૩-ર૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org