________________
જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર'
૩૭
આ રીતે જોતાં, “ઉત્તરાધ્યયન'ની રચનાનો આદિકાળ વી.નિ.ની પ્રથમ શતાબ્દીનો પ્રારંભિક કાળ નિશ્ચિત થાય છે. “ઉત્તરાધ્યયન'માં દેવર્ધિગણની વાચના સમયે (વી.ની. ૯૮૦-૯૯૩) તથા તેના પછી કેટલાક સમય બાદના ગાળામાં પરિવર્તન ઉપલબ્ધ થવાથી તેનું અંતિમ રૂપ વી.ની. ૧૦૦૦ વર્ષ પછીના સમયમાં અસ્તિત્વમાં આવ્યું લાગે છે. તેના સંવાદ, કથા અને ઉપદેશપ્રધાન અધ્યયનોનું પ્રાયન સૈદ્ધાત્તિક અધ્યયનો કરતાં પ્રાચીન પ્રતીત થાય છે.
આ બધી બાબતો પર વિચાર કરતાં આપણે એવા નિષ્કર્ષ ઉપર પહોંચીએ છીએ કે ઉપલબ્ધ “ઉત્તરાધ્યયન'માં ભગવાન મહાવીરના નિર્વાણાથી માંડી લગભગ હજાર વર્ષ સુધીની વિચારધારા મોજૂદ છે. માટે “ઉત્તરાધ્યયન' કોઈ એક વ્યક્તિની કોઈ એક કાળવિશેષની રચના નથી પણ વિભિન્ન સમયે સંકલિત કરવામાં આવેલ એક સંકલન ગ્રંથ છે. શાર્પન્ટિયર, વિન્ટરનિટ્ઝ વગેરે બધા વિદ્વાનો પ્રાય: આ મત સાથે સહમત છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : આ નામ શા માટે ? ઉત્તરાધ્યયનસૂત્ર'માં ત્રણ શબ્દો છે : ઉત્તરઅધ્યયન-સૂત્ર ઉત્તર’ શબ્દના ત્રણ અર્થ સંભવે છે: ૧ પ્રધાન, ૨ જવાબ અને ૩ પછીથી થયેલું. જો કે
१ तथा, ऋषिभाषितान्युत्तराध्यनानि तेषु च नमि-कपिलादिमहर्षीणां सम्बन्धनि प्रायो धर्माखयानकान्येव कथ्यन्त इति धर्मकथानुयोग एव तत्र व्यवस्थापितः ।
–વિશેષાવષ્યમાર્ગ (ગાથા રર૯૪)
મલધારી ટીકા પૃષ્ઠ ૯૩૧ ૨ જુઓ – પૃષ્ઠ ૪૪ પા. ટિ. ૧, પૃ. ૪૫ પા. ટિ. ૧. ૩ નિર્યુક્તિકાર પણ ઉત્તર' શબ્દના સંભવિત અર્થોને સૂચિત કરતાં લખે છે
કે : जहण्णं सुत्तरं खलु उक्कोसं वाअणुत्तरं होई । सेसाई उत्तराई अणुत्तराई च नेयाणि ।।
–૩. નિ. ગાથા ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org