________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૧ છિન્નવિદ્યા (વસ્ત્ર કે લાકડું કાપવાની વિદ્યા) ૨ સ્વરવિદ્યા (સંગીતના સ્વરોનું જ્ઞાન) ૩ ભૂકંપવિદ્યા ૪ અન્તરિક્ષવિદ્યા ૫ સ્વપ્નવિદ્યા ૬ લક્ષાવિદ્યા (સ્ત્રી કે પુરુષનાં ચિહ્નો અને રેખાઓનું જ્ઞાન) ૭ દંડવિદ્યા ૮ વાસ્તુવિદ્યા ૯ અંગવિચારવિદ્યા (અંગો ફરકે તેનું જ્ઞાન) ૧૦ પશુ-પક્ષીઓના સ્વરોનીવિદ્યા ૧૧ કૌતુકવિદ્યા (કૃતુહલ ઉત્પન્ન કરવાની વિદ્યા) ૧૨ કુહેટકવિઘા (નવાઈ ઉત્પન્ન કરવાની વિદ્યા) ૧૩ નિમિત્તવિદ્યા (ત્રિકાળમાં શુભાશુભ ફળ દર્શાવનાર વિદ્યા) આ ઉપરાંત અભીષ્ટ સિદ્ધિ માટે મંત્ર તથા ભૂતિકર્મ (ભસ્મનો લેપ) નો પણ પ્રયોગ ક૨વામા આવતો. તેને મંત્ર-તંત્ર કે જાદુની શક્તિ કહી શકાય. એની સિદ્ધિ તપ વગેરેના પ્રભાવથી થતી. તેથી સાધુને તપના પ્રભાવથી સિદ્ધ થનાર શક્તિઓ પ્રત્યે નિ:સ્પૃહ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આ રીતે આ વિવિધ રીતિ-રિવાજો અને પ્રથાઓના આધારે તે સમયના ભારતીય સમાજ તથા સંસ્કૃતિ અને ઉદ્યોગ-વ્યાપાર વગેરેની માહિતી મળે છે. કોઈ પણ સમાજની અથવા સંસ્કૃતિની સ્થિતિને બરાબર જાણવા માટે આ રીતિ-રિવાજો તથા પ્રથાઓનું મહત્ત્વનું સ્થાન છે.
૪૨૨
રાજ્ય
વ્યવસ્થા અને માનવ પ્રવૃત્તિઓ
‘યથા રાજા તથા પ્રજા’ની કહેવત ઘણી જાણીતી છે. એ પણ જાણીતું છે કે દેશકાળની પરિસ્થિતિ અનુકૂળ જનસામાન્યની પ્રવૃત્તિઓ પણ બદલાતી રહે છે અને તે બદલાતાં તત્કાલીન રાજ્ય-વ્યવસ્થાની સાથે ધાર્મિક કે દાર્શનિક સંપ્રદાયો ઉપર પણ પ્રભાવ પડે છે. પ્રસ્તુત-ગ્રંથમાં રાજ્ય-વ્યવસ્થા આદિ અંગે જે માહિતી મળે તે આ પ્રમાણે છે.
१ मंताजोगं काउं भूईकम्मं च जे पउंजंति ।
Jain Education International
For Private & Personal Use Only
-૩. ૩૬. ૨૬૫.
www.jainelibrary.org