________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૩ રોગી દ્વારા ઈલાજ કરાવવાની ઉત્કટ અભિલાષા અને ૪ રોગીના સેવક. મંત્રશક્તિ અને શુકનમાં વિશ્વાસ :
પ્રાચીન કાળથી જ ભારતીય સમાજને મંત્ર-તંત્ર શક્તિમાં તથા શુભાશુભ ફળ દર્શાવનાર શાસ્ત્રોમાં વિશ્વાસ રહેલો છે. તેથી જૈન સાધુએ આ બધી મંત્રતંત્ર શક્તિ તથા શુભાશુભ ફળ દર્શાવનાર શાસ્ત્રોનો જીવિકા વગેરે માટે પ્રયોગ ન કરવો એમ કહેવામાં આવ્યું છે'. શ્રેષ્ઠ સાધુ મંત્રાદિ શક્તિઓ વાળા હતા અને તેમની આ શક્તિને કારણે જનતામાં સાધુના પ્રકોપનો મોટો ભય રહેતો. તેથી મુનિના શરણે આવેલ મૃગને મારવાને કારણે રાજા સંજય ભયભીત બને છે અને ક્ષમા માંગે છેરે. આ રીતે, હરિકેશિબલ મુનિનો તિરસ્કાર કરનાર બ્રાહ્મણોને ભદ્રાકુમારી કહે છે કે આ મુનિ ઘોરપરાક્રમી તથા આશીવિષ લબ્ધિવાળા (મનઃ શક્તિવિશેષ યુક્ત) છે. તે ક્રોધિત થતાં તમને બધાને તથા સંપૂર્ણ લોકને પણ ભસ્મીભૂત કરી શકે છે. તેમની નિન્દા કરવી એટલે નખોથી પર્વત ખોદવો, દાતથી લોખંડ ચાવવું, પગથી અગ્નિને છૂંદવો તેથી જો જીવન અને ધન વગેરેની અભિલાષા કરતા હો તો તમે બધા એમના શરણમાં જ થઈ માફી માંગો. આટલું કહી તે પોતે પણ મુનિની ક્ષમા માંગે છેૐ. અરિષ્ટનેમીના વિવાહ વખતે કૌતુક મંગળ કરવામાં આવે છે જે શુભાશુભ શુકનોમાં વિશ્વાસ દર્શાવે છે. આ રીતે રોગોપચારમાં પણ મંત્રાદિ શક્તિઓનો પ્રયોગ થતો હતો. ગ્રંથમાં આ પ્રકારની નીચે જણાવેલ વિદ્યાઓનો ઉલ્લેખ મળે છે.
૧ જુઓ - આહાર, પ્રકરણ ૪.
२ विणण वंदए पाए भगवं एत्थ मे खमे ।
૪૧
૩ જુઓ - પૃ. ૩૭૩, પા. ટિ. ૫, ઉ. ૧૨. ૨૩, ૨૬-૨૮, ૩૦.
૪ જુઓ - પૃ. ૪૧૧, પા. ટિ. ૩.
૫ જુઓ - પૃ. ૪૨૦, પા. ટિ. ૪.
૬ ૬. ૧૫. ૭, ૨૦. ૪૬, ૨૨. ૫, ૩૬. ૨૬૭, ૮. ૧૩.
For Private & Personal Use Only
Jain Education International
૩. ૧૮. ૮.
www.jainelibrary.org