________________
૧૮૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
બૌદ્ધદર્શન મોક્ષ માટે આત્માના અભાવ (નૈરાત્મ્ય)ની ભાવના પર ભાવ મૂકે છે॰. ત્યાં ‘જૈન દર્શન’ આત્માના સદ્ભાવની ભાવના પર ભાર મૂકે છે.
મુક્તિનું સાધન - રત્નત્રય
ઉપર્યુક્ત નવ તત્ત્વોમાંના ‘સંવર’ અને ‘નિર્જરા' સંસારમાંથી નિવૃત્ત થવાની બાબત સાથે સંકળાયેલા છે. તેમને વિષે દર્શાવવામાં આવ્યું છે તે મુજબ અનુક્રમે, કઈ રીતે આવનારાં નવીન કર્મોને રોકી શકાય અને કઈ રીતે એકત્રિત થયેલાં પુણ્ય કર્મોને નષ્ટ કરી શકાય તે અંગેનો ખ્યાલ આપણને મળે છે. આ રીતે ‘સંવર’ અને ‘નિર્જરા’ આ બંને તત્ત્વો આચરણ યોગ્ય આચારશાસ્ત્ર અથવા ધર્મશાસ્ત્રનું પ્રતિપાદન કરે છે. પરંતુ, આચાર (ધર્મ)ની પૂર્ણતા અને સમ્યરૂપતા માટે આ નવ તથ્યોનું સાચું જ્ઞાન તથા તેમના પરનો દૃઢ વિશ્વાસ જરૂરી છે કારણકે આચારના સમ્યક્ષા માટે તેનું સાચું જ્ઞાન જરૂરી છે અને જ્ઞાનની પ્રાપ્તિ માટે તે જ્ઞાનની તીવ્ર અભિલાષા સાથે દૃઢ વિશ્વાસ પણ જરૂરી છે. આકથનની પુષ્ટિ કરતાં, ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે સાચા વિશ્વાસ (દર્શન) વિના સાચું જ્ઞાન મળતું નથી, સાચા જ્ઞાન વગર ચારિત્રનું સાચી રીતે આચરણ થતું નથી અને સાચા ચારિત્ર વિના કર્મોમાંથી મુક્તિ મળતી નથી અને
१ तस्मादनादिसन्तानतुल्यजातीयबीजिकां । उत्खातमूलाङ्कुरुत सत्त्वदृष्टिमुमुक्षवः ।
यः पश्यत्यात्मानं तत्राहमिति शाश्वतः स्नेहः ।
आत्मनिसतिपरसंज्ञा स्वपरविभागात् परिग्रहद्वेषौ । अनयो संप्रतिबद्धाः सर्वे दोषाः प्रजायन्ते ||
२ एवं लोए पलित्तम्मि जराए मरणेण य । अप्पाणं तारइस्सामि तुमेहिं अणुमनिओ ||
—પ્રમાળવાન્તિત્ત ૨. ૨૫૭-૨૫૮.
Jain Education International
—પ્રમાળવાર્તિજ ૨. ૨૮-૨૨૧.
-૩. ૧૯. ૨૪.
તથા જુઓ - ઉ. ૧૫.૧, ૩,૫,૧૫; ૧૮. ૩૦-૩૧, ૩૩, ૪૯ વગેરે
For Private & Personal Use Only
www.jainelibrary.org