________________
રત્નત્રય
૧૮૭
મુક્તિ વગર મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. સાચા વિશ્વાસના અભાવે સમચારિત્ર સંભવતું નથી. આ ઉપરાંત, જ્યાં સાચો વિશ્વાસ છે ત્યાં સાચું ચારિત્ર હોય કે ન હોય છતાં ઉત્તમ કોટિઓ (ભજનીય) સંભવે છે. વળી, સાચો વિશ્વાસ (સમ્યકત્વ કે સમ્યગ્દર્શન) અને સાચું ચારિત્ર સાથે સાથે ઉત્પન્ન થતાં હોય ત્યારે પ્રથમ તો વિશ્વાસ (સમ્યકત્વ) જ ઉત્પન્ન થશે. આ રીતે, મુક્તિ માટે સર્વ પ્રથમ તથ્યોમાં શ્રદ્ધા, પછી તેમનું સમ્યકજ્ઞાન અને તનુસાર આચરણ આવશ્યક છે. જો કે ગ્રંથમાં એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે જ્યાં વિશ્વાસ (શ્રદ્ધા કે સમ્યગ્દર્શન), જ્ઞાન અને સદાચારને પૃથક પૃથક્ રીતે તથા તેમના પ્રત્યેક અંશને (સાક્ષાતુ કે પરંપરાથી) મોક્ષ માટેનાં સ્વતંત્ર કારણો તરીકે દર્શાવવામાં આવેલ છે, ક્યાંક ક્યાંક, આ ત્રણા ઉપરાંત, તપ, ક્ષમા, નિર્લોભતા વગેરે કારણોને પણ પૃથક્ રૂપે જોડીને ચાર, પાંચ કે છ આદિ કારણો ને ગણાવવામાં આવ્યાં છે. પરંતુ, પરીક્ષણ કરતાં જાણી શકાય છે કે જ્યાં જ્યાં પૃથક પૃથક અંશને મુક્તિ માટેનાં કારણ તરીકે વ્યક્ત કરેલ છે ત્યાં ત્યાં તે તે અંશોમાં બીજા અંશોની હાજરી સમજી લેવાની છે અને તે અંશવિશેષનું મહત્ત્વ દર્શાવવા માટે આમ કરવામાં આવેલું છે. એ રીતે, જ્યાં શ્રદ્ધા, જ્ઞાન અને સદાચારની સાથે તપ, ક્ષમા વગેરેનો સંનિવેશ કરવામાં આવ્યો છે ત્યાં પણ તપ વગેરે અંશોનું મહત્ત્વ વધારવા માટે તેને અલગ રીતે જોડવામાં આવેલ છે અન્યથા, તપ, ક્ષમા વગેરે અન્ય બધા કારણો સદાચાર, જ્ઞાન અને વિશ્વાસરૂપ કારણત્રયમાં જ અપાયેલાં છે એમ સમજી શકાય છે. આ કથનની પુષ્ટિ માટે અહીં ઉત્તરાધ્યયનમાંથી કેટલાંક પ્રસંગો ઉદ્ધત કરું છું :
१. नस्थि चरितं सम्मत्तविहूणं दंसणे उ भइयव्वं ।
सम्मत्तचरित्ताइं जुगवं पुव्वं व सम्मतं ।। नादंसणिस्स नाणंनाणेण विणा न हुंति चरणगुणा । अगुणिस्स नस्थि मोक्खो नत्थि अमोक्खस्स निव्वाणं ।।
-૩. ૨૮. ૨૯-૩૦.
તથા જુઓ - ૩૦, અધ્યયન ર૮-ર૯, ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org