________________
પ્રકરણ ૫: વિશેષ સાધ્વાચાર
બંનેમાં સમાન છે. એ ઉપરાંત, ધ્યાન અને સમાધિના અન્ય અવાન્તર ભેદોમાં કંઇક ભિન્નતા હોવા છતાં પણ પૂરતી સમાનતા છે તથા નામોમાં પણ એકરૂપતા છે પણ તે સ્વતંત્ર ચિંતનનો વિષય છે.
૩૭૧
આ તપશ્ચરણમાં મુખ્ય રૂપે જે બાધાઓનો સામનો કરવો પડે છે તેને માટે ગ્રંથમાં ‘પરીષહ’ શબ્દનો પ્રયોગ થયો છે. તેની સંખ્યા બાવીશની દર્શાવેલ છે પણ તેની ઇયત્તા મર્યાદિત નથી કારણ કે પરિસ્થિતિ અનુસાર તેની સંખ્યામાં ફેરફારને અવકાશ છે. આ બધા પરીષહો આવે તો પણ પોતાના કર્તવ્યમાંથી સ્મૃત ન થવું એ પરીશહજય કહેવાય. સાધનાના માર્ગમાં ઘણું કરીને એક સાથે અનેક પરીશહો આવ્યા કરે છે. એમના ઉપર વિજય પ્રાપ્ત ક૨વાથી તપ સફળ થાય છે. જો સાધક એમના ઉપર વિજય ન મેળવી શકે તો તે પોતાના તપમાંથી ચૂત થઇ જાય છે અને અભીષ્ટ ફળને મેળવી શકતો નથી. તેથી આ પરીષહજય સત્યતાની તપાસ માટે કસોટીરૂપ છે.
આમ જીવનપર્યંત તપોમય જીવન-યાપન કરતા રહેવા છતાં, જો સાધુ મૃત્યુ સમયે એક નિશ્ચિત અનશન રૂપ તપવિશેષ (સમાધિમરણ અથવા સલ્લેખના)નું અનુષ્ઠાન ન કરે તો તેને અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય નહીં. મૃત્યુ સમય કે જે તપશ્ચર્યાની ફળ પ્રાપ્તિનું ચરમબિંદુ છે તે વખતે સાધુ પૂર્વવત મક્કમ રહી તપપૂર્વક (સલ્લેખનાપૂર્વક) શરીરનો ત્યાગ કરે તો અભીષ્ટ ફળને મેળવે છે. આ દ્વારા, ગ્રંથમાં જેનો અંત સારો તેનું સઘળું સારું' એ કહેવતને ચરિતાર્થ કરવામાં આવી છે. મૃત્યુના સમયે અનશનતપ એટલા માટે આવશ્યક છે કે સાધુ પૂર્ણ વિરતિની અવસ્થાને પ્રાપ્ત કરે. આ અનશન દ્વારા શરીર ત્યાગ આત્મહનન નથી પણ મૃત્યુ જેવા ભયાનક ઉપસર્ગના આગમન વખતે પણ હસતાં હસતાં વીરની જેમ પ્રાણનો ત્યાગ કરવાનો હેતુ છે. સાધુને આ સમયે પોતાના પ્રાણનો પણ મોહ રહેતો નથી અને તે હસતાં હસતાં મૃત્યુનું સ્વાગત કરે છે. એનું એ તાત્પર્ય નથી કે તે મૃત્યુની પ્રાર્થના કરે છે પણ જીવન અને મૃત્યુની કામના ન કરતાં પ્રસન્નતાપૂર્વક શરીરનો ઉત્સર્ગ કરે છે તેથી એક પ્રકારના આત્મબળની પ્રાપ્તિ થાય છે. મૃત્યુને સમયે પણ પેતાના કર્તવ્યપથ ઉપર પૂર્ણ દૃઢ રહેવું અને સમસ્ત પ્રકારના આહારપાન વગેરેનો ત્યાગ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org