________________
૩૭૦ ઉત્તરાધ્યયન-સૂચઃ એક પરિશીલન સદાચારમાં પ્રમાદ ન કરતાં શીઘાતીશીધ્ર પોતાનું અભીષ્ટ ફળ પ્રાપ્ત કરે છે.
આ તપશ્ચર્યાના પ્રસંગે યોગદર્શનમાં દર્શાવેલ સમાધિનું વર્ણન કરવું અનાવશ્યક નથી સમજતો કારણ કે અહીં તપશ્ચર્યાની ચર્ચા વખતે ધ્યાનનું જે સ્વરૂપ દર્શાવેલ છે તે તેની સાથે ઘણું મળતું આવે છે. યોગદર્શનમાં સમાધિ (યોગ)ના બે પ્રકારો છે : ૧. સંપ્રજ્ઞાત સમાધિ અને ૨. અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિ “આલબ” અને “સબીજ હોય છે કારણ કે તેમાં કોઈ એક વિષય ઉપર ચિત્તને સ્થિર કરવામાં આવે છે. એથી વિપરીત અસંપ્રજ્ઞાત સમાધિ નિરાલંબે' અને “નિર્બીજ હોય છે કારણ કે તેમાં ચિત્તની સમસ્ત વૃત્તિઓ નિરુદ્ધ થઇ જાય છે. પ્રજ્ઞાત સમાધિમાં ધ્યેય, ધ્યાન અને ધ્યાતાનો ભેદ રહે છે પણ અસંપ્રજ્ઞાતમાં ધ્યેય, ધ્યાન અને ઘાતા એકાકાર થઈ જાય છે; તેમાં ભેદ પરિલક્ષિત હોતો નથી. તેથી તેને અપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવેલ છે. આ ધ્યાનની ચરમાવસ્થા છે. આ સમાધિની અવસ્થામાં પહોંચતાં આત્મા પોતાની વિશુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેથી તેને “કૈવલ્યની અવસ્થા કહેવામાં આવે છે. એવી જ સ્થિતિ પ્રસ્તુત ગ્રંથમાં શુકલધ્યાનની છે. શુકલધ્યાનના પ્રથમ બે ભેદ આલંબનસહિત હોવાથી પ્રજ્ઞાત સમાધિરૂપ છે તથા પછીના બે ભેદ નિરાલંબ અને નિર્ભુજ હોવાથી અસંપ્રજ્ઞાત સમાધિરૂપ છે. કેવલ્યની અવસ્થા
૧ જુઓ - ભા. દ. બ., પૃ. ૩૫૮. २ क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येपु तत्स्थतदजनता समापत्तिः ।
-. યો. ૧. ૪૧. ता एव सबीज: समाधिः ।
–પ.વો.વ. ૪૬. 3 तस्यापि निरोधे सर्वनिरोधात्रिर्बीज: समाधिः ।
-. યો. ૧. પ૧. ४ तस्मित्रिवृत्ते पुरुषः स्वरूपमात्रप्रतिष्ठोडतः शुद्ध केवली मुक्त इत्युच्यत इति ।
-એજન ભાષ્ય, પૃ. ૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org