________________
૩૭૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું એ આ સમાધિમરણનું લક્ષ્ય છે.
આમ સાધુનું સંપૂર્ણ જીવન વીરોની જેમ વીરતાપૂર્વક પસાર થાય છે. તેથી ગ્રન્થમાં સાધુ-ધર્મની સંગ્રામસ્થ વીર રાજાનાં કર્તવ્યો સાથે તુલના કરવામાં આવી છે. તેથી, જેમાં આત્મબળ છે તે જ તેનું પાલન કરી શકે છે, બાકીના તેનું પાલન કરવામાં અસમર્થ હોય છે. તેથી સિદ્ધ થાય છે કે આ સાધુ-ધર્મ સંસારના દુઃખોને સહન ન કરી શકવાને કારણે પલાયન નથી પણ એક પ્રકારના કષાયરૂપી શત્રુઓ સાથેનું યુદ્ધ છે. કષાયરૂપી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરીને કર્મબંધનને તોડવા એ આ તપશ્ચર્યાનું પ્રયોજન છે. જે પ્રકારે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે તે રીતે સાધુએ પણ કષાય રૂપી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક તપશ્ચર્યાનો આશ્રય લેવો પડે છે. પ્રાયઃ ભારતીય બધા ધર્મોમાં આ તથ્યને સ્વીકારવામાં આવ્યું છે અને તપશ્ચર્યા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
ઉપર સાધુનો આદિથી અંત સુધીનો જે આચાર દર્શાવેલ છે તે કેટલો મુશ્કેલ છે એ પ્રત્યેક જિજ્ઞાસુ સમજી શકે તેમ છે. ગ્રન્થમાં તેની કઠિનતાનું પ્રતિપાદન સંવાદોના રૂપે ઘણી જગાએ કરવામાં આવેલ છે. તેની મુશ્કેલીનું કથન ખાસ કરીને એમને માટે છે કે જેઓ સુકોમળ છે, વિષયાસક્ત છે પણ જે સુવતી, તપસ્વી, કર્મઠ અને વિષયાભિલાષાથી રહિત છે તેને માટે કશું મુશ્કેલ નથી. ગ્રન્થમાં તેની દુષ્કરતા અંગેનાં કેટલાંક દષ્ટાંતો પણ આપવામાં આવ્યાં છે. જેમકેઃ ૧. લોહભાર-વહન, ૨. ગંગાનો સ્ત્રોત અને પ્રતિસ્ત્રોતનિરોધ ૩. ભુજાઓથી સમુદ્રતરા, ૪. રેતીના કોળીયાનું ભક્ષણા, ૫. તલવારની ધાર ઉપર ચાલવું, ૬. લોઢાના ચણા ચાવવા, ૭. સર્પની એકાગ્ર દૃષ્ટિ,
૧ જુઓ - ક્ષત્રિયનો પરિચય, પ્રકરણ ૭. २ इल लोए निप्पिवासस्स नस्थि किचिवि दुक्करं ।
–૩. ૧૯, ૪૫.
3 गुरूओ लोहमारुब्ब...होइ दुव्यहो ।
–૩. ૧૯. ૩૬.
તથા જુઓ ઉ. ૧૯. ૩૭. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org