________________
રત્નત્રય
ર૦૧
મનથી, વચનથી અને કાયાથી બીજાને દુ:ખી કરવાથી ત્રણ પ્રકારનો દંડ (Hurtful acts)માયા (કુટિલતા), નિદાન (પુણ્ય કર્મની ફલાભિલાષા) અને મિથ્યાત્વ એ ત્રણા શલ્ય (Delusive acts); ધન-સંપત્તિ અથવા ઋદ્ધિ આદિની પ્રાપ્તિનો ઘમંડ, રસનેન્દ્રિયની સંતુષ્ટિનો ઘમંડ અને સુખ-પ્રાપ્તિ (સાતા)નો ઘમંડ – આ ત્રણા ગૌરવ (conceited acts) તથા જાતિ, કુળ, સૌંદર્ય, શક્તિ, લાભ (ધનાદિની પ્રાપ્તિ), શ્રુતજ્ઞાન, ઐશ્વર્ય અને તપસ્યા એ આઠ પ્રકારના મદ (Pride) આ ૧૭ પ્રકારના દોષોમાંથી ત્રણ પ્રકારના ગૌરવ તથા આઠ પ્રકારના મદ અહંકારરૂપ છે. ત્રણ પ્રકારના દંડ ક્રોધ-કષાયરૂપ અને ત્રણ પ્રકારના શલ્ય માયા તથા લોભ કષાયરૂપ છે. તેથી સમ્યકત્વની દૃઢતા માટે આ દોષરૂપ કષાયોનો ત્યાગ જરૂરી છે.
સમ્યગ્દર્શનના પ્રકારો : સામાન્ય રીતે, કર્મસિદ્ધાંત અનુસાર, સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શનની ઉત્પત્તિ દર્શન મહનીય કર્મના ઉદય (ફલોન્મુખ)માં ન હોવાથી (ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થવાથી) એક જ પ્રકારે થાય છે. ઉત્પત્તિમાં નિમિત્તકારાની અપેક્ષાએ ગ્રંથમાં સમ્યકત્વના જે દશ પ્રકારો ગણાવવામાં આવ્યા છે તે નીચે મુજબ છે".
૧. નિસર્ગરુચિ : સ્વત: ઉત્પન્ન. ગુરુ વગેરેના ઉપદેશ વિના જ જાતિસ્મરણ આદિ થતાં, સ્વત: જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા થવી અને એમ માનવું કે આ તથ્યો જેવાં જિનેન્દ્ર ભગવાને જોયાં હતાં તેવાં જ છે અન્યથા નથી.
१ निसग्गुवएसरुई आणारुई सुत्त बीयरुइमेव ।
अभिगम वित्याररुई किरिया-संखेव धम्मरुई ॥
–૩. ૨૮, ૧૬.
२ भूयत्येणाहिगया जीवाजीवा य पुण्णापावं च । सहसम्मुइयासवसंवरी य रोएइ उ निसग्गो ।। जो जिणदिढे भावे वउविहे सद्दहाइ सयमेव । एमेव नत्रहति य स निसग्गरुइ ति नायव्यो ।
–૩. ૨૮. ૧૭-૧૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org