________________
૨૭૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અન્ય નવ સમાધિસ્થાનોનો સંગ્રહરૂપ હોવાથી પૃથક્ ન માનતાં નવને જ બ્રહ્મચર્યની ગુપ્તિઓ તરીકે દર્શાવવામાં આવેલ છે.
બ્રહ્મચર્યની દુષ્કરતા- બ્રહ્મચર્યને ગ્રન્થમાં અન્ય સર્વ વ્રતો કરતાં અધિક દુષ્કર તરીકે દર્શાવવામાં આવેલ છે. એ એવું અમોઘ કવચ છે જેને ધારણ કરી લેવાથી અન્ય સર્વ વ્રતો ધારણ કરવામાં સરળતા રહે છે. તેથી તેની દુષ્કરતાનું પ્રતિપાદન કરતાં ગ્રન્થમાં લખવામાં આવ્યું છે : મૂર્ખાના મનને હરી લેવામાં સ્ત્રીઓ જેટલું સંસારભીરુ, ધર્મમાં સ્થિત, મોક્ષાભિલાષી મનુષ્ય માટે આટલું દુષ્કર કંઈ નથી. જે તેને પાર કરી લે છે તેને માટે શેષ પદાર્થ સુખોત્તર બની જાય છે. મહા સમુદ્રને પાર કરી લેનાર માટે ગંગા જેવી વિશાલ નદીઓ આસાનીથી પાર કરવા યોગ્ય બની જાય છે. આ દસ્તરતા અધીર પુરુષો માટે જ દર્શાવવામાં આવી છે કારણ કે તેઓ શ્લેષ્મામાં ફસાયેલ માખીની જેમ તેમાં ફસાઈ જાય છે અને પછી જે રીતે કીચડવાળા તળાવમાં ફસાયેલો હાથી કીચડથી રહિત કાંઠાને જોઈ રહે છે અને તેમાંથી બહાર નીકળી શકતો નથી તે રીતે કામાદિમાં આસક્ત એ માણસો કામાદિ વિષયોને છોડી શકતા નથી. આથી વિપરીત, જેમ ફળરહિત વૃક્ષને છોડીને પક્ષીઓ બીજે જતાં રહે છે તેમ આ વિષયભોગ જાતે પુરુષને છોડીને અન્યત્ર જતા રહે છે પણ જે સુવતી સાધુ
૧ એજન આ. ટી. પૃ. ૧૩૯૧. २ मोक्खाभिकंखिस्स उ माणवस्स संसारभीरूस्स ठियस्स धम्मे ।
नेयारिसं दुत्तरमत्यि लोए जहित्थिओ बालमणोहराओ ।। एए य संगे समइक्कमित्ता सुदुत्तरा चेव भवंति सेसा । जहा महासागरमुत्तरित्ता नई भवे अवि गंगासयाणा ॥
–૩. ૩૨. ૧૭-૧૮. સરખાવો जहा नई वेयरणी दुत्तरा इह संमया । एवं लोगंसि नारीओ दुत्तरा अमईमया ।।
–સૂત્રકતાંગ ૩. ૩. ૧૬. તથા જુઓ – પૃ. ર૬૮, પા. ટિ. ૧, ઉ. ૧૩. ર૭, ર૯, ૧૬. ૧૩-૧૪, ૧૬, ૧૯. ર૯, ૩૪. વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org