________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૨૭૩
૯ શરીરની વિભૂષાનો ત્યાગ-શરીરના શૃંગાર કરવાથી કામેચ્છાઓ જાગ્રત થાય છે. તેથી બ્રહ્મચારી સાધુએ મંડન સ્નાન વગેરેથી શરીરને અલંકૃત ન કરવું જોઈએ.
૧૦ શબ્દાદિ પાંચ ઇન્દ્રિય સંબંધી વિષયોના ભોગોપભોગનો ત્યાગ-મધુર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ-આ પાંચ વિષયોને કામવાસનાને જાગૃત કરવાને કારણે “કામગુણ' કહેવામાં આવે છે તેથી આ બધા પ્રકારના કામગુણોનો બ્રહ્મચારીએ ત્યાગ કરવો જરૂરી છે.
આ રીતે, બ્રહ્મચર્યની રક્ષા માટે બ્રહ્મચર્યમાંથી ચલિત કરનાર જેટલાં શંકાસ્થળો છે એ બધાનો ત્યાગ જરૂરી છે કારણ કે એ ઘણા જ થોડા સમયમાં તાલપુટ ઝેર (અતિ કાતીલ ઝેર)ની જેમ બ્રહ્મચારી માટે ઘાતક નીવડે છે. ગ્રંથમાં બ્રહ્મચર્યની રક્ષા માટે જે “સ્ત્રી” શબ્દનો સન્નિવેશ કરવામાં આવ્યો છે તે કામ સંતુષ્ટિનું ઉપલક્ષણ છે. તેથી જેને જે કોઈથી પણ કામ સંતૃષ્ટિ થાય તેનો તેણે ત્યાગ કરવો જોઈએ. આ સમાધિસ્થાનોનું બ્રહ્મચર્યની રક્ષામાં વિશેષ મહત્ત્વ હોવાથી તેને જ બ્રહ્મચર્યની ગુપ્તિઓ કહેવામાં આવેલ છે. દસમું સમાધિસ્થાન
१ विभूसं परिवज्जेज्जा सरीरपरिमंडणं । बंभचेररओ भिक्खू सिंगारत्यं न धारए ।
–૩. ૧૬. ૯.
તથા જુઓ ઉ. ૧૬. ૯. (ગદ્ય), ૧૩. २ सद्दे रूवे य गन्धे य रसे फासे तहेव य ।
पंचविहे कामगुणे निच्चसो परिवज्जए ।
–૩, ૧૬. ૧૦.
તથા જુઓ ઉ. ૧૬. ૧૦. (ગદ્ય), ૧૩. 3 नरस्सऽत्तगवेसिस्स विसं तालउडं जहा ।
–૩. ૧૬. ૧૩.
संकट्ठाणामि सव्वाणि वज्जेज्जा पणिहाणवं ।
–૩. ૬. ૧૪.
૪ ૩. ૩૧. ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org