________________
૨૭૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૭ સરસ આહારનો ત્યાગ-જે પ્રકારે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષીગણ પીડિત કરે છે તે રીતે ઘી, દૂધ વગેરે રસવાળાં દ્રવ્યોના સેવનથી કામવાસના ઉદ્દીપિત થઈને પીડિત કરે છે તેથી બ્રહ્મચારી વગેરે માટે સરસ આહારનો ત્યાગ આવશ્યક છે.
૮ અતિભોજનનો ત્યાગ-જે પ્રકારે પ્રચુર બળતણવાળું વન તેમાં ઉત્પન્ન થયેલ દાવાગ્નિજન્ય વાયુના વેગને કારણે શાંત થતું નથી તે રીતે પ્રમાણથી અધિક ભોજન કરનાર બ્રહ્મચારીની ઇન્દ્રિયાગ્નિ (કામાગ્નિ, શાન્ત થતી નથી. તેથી બ્રહ્મચારી સાધુએ બ્રહ્મચર્યની રક્ષા અને ચિત્તની સ્થિરતા માટે થોડો આહાર કરવો જોઈએ. જો અલ્પાહારથી પણ બ્રહ્મચર્યમાં બાધા આવે તો બ્રહ્મચર્યની રક્ષા માટે ક્યારેક ક્યારેક આહારનો ત્યાગ પણ કરવો જોઈએ. તેથી ગ્રન્થમાં સાધુના આહાર ગ્રહણ ન કરવાના કારણોમાં બ્રહ્મચર્યની રક્ષાને પણ એક કારણ માનવામાં આવેલ છે.
१ पणीयं भत्तपाणं च खिप्पं मयविवडणं ।
बंभचेररओ भिक्खू निच्चसो परिवज्जए ।
–૩. ૧૬. ૭.
रसा पगामं न निसेवियव्वा पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिवंति दुमे जहा साउफलं व पक्खी ।।
-૩. ૩૨. ૧૦.
તથા જુઓ ઉ. ૧૬. ૭. (ગદ્ય), ૧૨. २ धम्मलद्धं मियं काले जत्तत्थं पणिहाण ।
नाइमत्तं तु भुंजिल्ला वंभचेररओ सया ॥
–૩. ૧૬. ૮.
जहा दवग्गी पउरिंधणे वणे समारूओ नोवसमं उवेइ । एविंदियग्गी वि पगाग्मभोइणो न वंभयारिस्स हियाय कस्सई ।।
-૩. ૩૨. ૧૧.
તથા જુઓ ઉ. ૧૬. ૮. (ગદ્ય), ૧૩. ૩ જુઓ આહાર પ્રકરણ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org