________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્યાચાર
ર૭૧ સ્ત્રીઓને “રાક્ષસી” અને “પકભૂત સુદ્ધાં જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. રાક્ષસી સ્ત્રીઓમાં સાધુએ પ્રલોભિત ન થવું જોઈએ કારણ કે તે અનેક પ્રકારના ચિત્તવાળી છે તથા વક્ષસ્થળમાં માંસપિંડ (સ્તન)ને ધારણ કરનારી છે. તે પ્રથમ પુરુષને પ્રલોભિત કરે છે પછી તેની સાથે ગુલામ જેવો વ્યવહાર કરે છે. તેથી તેને કાદવરૂપ જાણીને સાધુએ પોતે પોતાનું હનન ન કરવું તથા આત્મગવેષી બની સંયમનું પાલન કરવું.
બ્રહ્મચારી સાધુએ શ્રોત્રેન્દ્રિયગ્રાહ્મ સ્ત્રીઓના કૂજિત (સુરતકાળમાં થનાર કપોતાદિ પક્ષીઓની જેવો અવ્યક્ત અવાજ), રૂદિત (રતિકલહ), ગીત (ગાનયુક્ત અવાજ), હસિત (હાસ્યયુક્ત અવાજ), સ્વનિત (ગંભીર અવાજ અથવા સુરતકાળે થતો સત્કાર), કંદિત (કરુણા રુદન), વિલાપ (પતિવિયોગજન્ય પીડા) વગેરે કામરાગવર્ધક વચનોને સાંભળવા ન જોઈએ કારણ કે આ પ્રકારના કામવર્ધક વચનોનું શ્રવણ કરવાથી મન ચલિત થઈ જાય છે.
૬ પૂર્વાનુભૂત કામક્રીડાના સ્મરણાનો ત્યાગ-બ્રહ્મચારી સાધુએ બ્રહ્મચર્યવ્રત લેતા પહેલાં પૂર્વાનુભૂત કરેલ કામક્રીડાનું સ્મરણ ન કરવું જોઈએ કારણ કે એમ કરવાથી મન વિચલિત થઈ શકે છે.
૧ કંકુવામો સ્થિો –૩. ૨. ૧૭.
नो रक्खसीसु गिज्झेज्जा गंडवच्छासु णेगचित्तासु । जाओ परिसं पलोभित्ता खेलँति जहा व दासेंहिं ।।
–૩. ૮, ૧૮.
२ कुइयं रुइयं गीयं हसियं थणियकंदियं ।
बंभयेररओ थीणं सोयगिज्जं वियज्जए ।।
-૩. ૧૬. ૫.
તથા જુઓ ઉ. ૧૬. ૫. (ગદ્ય), ૧ર. उहासं किड्ड रइंदणं सहसावत्तासियाणि य । बंभचेररओ थीणं नाणुचिंते कयाइवि ॥
–૩. ૧૬. ૬.
તથા જુઓ ઉ. ૧૩. ૬. (ગદ્ય), ૧૨, ૩૨. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org