________________
ર૭૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
રુચિ વધે એવી પતિવ્રતા કે બ્રહ્મચારિણી સ્ત્રીની કથા કહી શકાય પરંતુ એવી કથા પણ એકાંતમાં ન કહેવી જોઈએ કારણ કે ક્યારેક તેનો વિપરીત પ્રભાવ પણ સંભવે છે.
૩ સ્ત્રીઓ સાથે એક આસન ઉપર બેસવાનો ત્યાગ-સ્ત્રીઓ સાથે એક આસન ઉપર બેસીને કથા, વાર્તાલાપ, પરિચય વગેરે કરવાથી કામ પીડા ઉત્પન્ન થઈ શકે છે તેથી બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે પરિચય ન વધારવો જોઈએ અને એમની સાથે એક આસન ઉપર ન બેસવું જોઈએ. વૃત્તિકાર નેમિચન્દ્ર પૂર્વપરંપરાનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે જે સ્થાન ઉપર કોઈ સ્ત્રી બેસી ચૂકી હોય તો તે સ્થાન ઉપર તેના ઊઠી જવા બાદ એક મુહૂર્ત સુધી ન બેસવું જોઈએ કારણ કે તત્કાલ ત્યાં બેસવાથી શંકા વગેરે દોષ થવાની સંભાવના રહે છે.
૪ રાગપૂર્વક સ્ત્રીઓનાં રૂપાદિ-દર્શનનો ત્યાગ-સ્ત્રીઓનાં અંગો (મસ્તક વગેરે), પ્રત્યંગો (સ્તન, પેટ વગેરે), સંસ્થાનો (કેડ વગેરે) તથા અનેક પ્રકારની મનોહર મુદ્રાઓ જોવાથી ચક્ષુરાગ ઉત્પન્ન થાય છે તેથી બ્રહ્મચારીએ ચક્ષુ ઈન્દ્રિયના વિષયભૂત સ્ત્રીરૂપદર્શન કરવું ન જોઈએ. જોવું એ ચક્ષુનો સ્વભાવ છે. તેથી આ પ્રકારનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે વીતરાગતાપૂર્વક શુભ ધ્યાન કરવું જોઈએ”. સ્ત્રીઓના રૂપ-લાવણ્યમાં આસક્તિ ન થાય એ માટે ગ્રંથમાં
१ तंहा खलु नो निग्गांथे इत्थीहिं सद्धि सन्निसेज्जागए विहरेज्जा ।
–૩. ૧૬. ૩.
તથા જુઓ ઉ. ૧૬. ૩. (ગદ્ય) ૧૧. २ उस्थितास्वपि तासु मुहूर्त तत्र मोपवेष्टव्यमिति सम्प्रदाय ।
–૩. ૧૩. ૨૩-૨૪.
3 अंगपच्चंगसंठाणं चासलुवियपेहियं । बंभचेररओ थीणं चखुगिज्झं विवज्जए ।
–૩. ૧૬. ૪. તથા જુઓ ઉ. ૧૬. ૪ (ગદ્ય) ૧૧; ૩૨-૧૪-૧૫, ૩૫, ૧૫. ४ इत्थीजणस्सारियझाण जुग्गं ।
–૩. ૩૨. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org