________________
૧૫૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
મુખ્ય બે પ્રકારો પાડવામાં આવ્યા છે. ૧. દર્શનમોહનીય અને ૨. ચારિત્ર મોહનીય. ત્યારપછી, દર્શનમોહનીયના ત્રણ અને ચારિત્રમોહનીયના બે ભેદ પાડવામાં આવ્યા છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના સ્વરૂપાદિ નીચે મુજબ છે.
૬. દર્શન મોહનીય-અહીં જે ‘દર્શન’ શબ્દનો પ્રયોગ થયો છે તે શ્રદ્ધા સાથે સંબંધ ધરાવે છે. તેથી આ કર્મનો ઉદય થતાં, જીવને ધર્માદિમાં સાચી શ્રદ્ધા થતી નથી. તેના ઉપર ઉલ્લેખવામાં આવેલા ત્રણ ભેદોનાં નામ આ પ્રમાણે છે : ૧ સમ્યક્ત્વમોહનીય-ચંચળતા આદિ દોષોનો સંભવ હોવા છતાં, તત્ત્વોમાં સાચી શ્રદ્ધા થવી. ૨ મિથ્યાત્વમોહનીય-વિરુદ્ધ પ્રકારની શ્રદ્ધા થવી અને ૩ સમ્યક્ત્વ મિથ્યાત્વ મોહનીય-થોડી સાચી અને થોડી ખોટી શ્રદ્ધા થવી. આને મિશ્ર મોહનીય પણ કહી શકાય. આ વિભાજનમાં સમ્યક્ શ્રદ્ધરૂપ સમ્યક્ત્વ મોહનીયને પણ દર્શનમોહનીયના ભેદ તરીકે સ્વીકારવામાં આવેલ છે પણ દર્શનમોહનીય તો સાચી શ્રદ્ધાનો પ્રતિબંધ કરનાર છે. આથી માલુમ થાય છે કે અહીં સાચી શ્રદ્ધા મોહાત્મક, અસ્પષ્ટ અને અસ્થિર, તેનું લક્ષણ કરતી વખતે, લખવામાં આવ્યું છે કે : તેના પ્રભાવથી તત્ત્વશ્રદ્ધામાં ચંચળતા આદિ દોષોની સંભાવના રહેતી હોય છે. કારણ કે શુદ્ધ સાચી શ્રદ્ધા મોહાત્મક, અસ્પષ્ટ અને અસ્થિર રહેતી હશે. માટે કર્મ-ગ્રંથોમાં તેનું લક્ષણ કરતી વખતે, લખવામાં આવ્યું છે કેઃ તેના પ્રભાવથી તત્ત્વશ્રદ્ધામાં ચંચળતા આદિ દોષોની સંભાવના રહેતી હોય છે કારણ કે ‘શુદ્ધ સાચી શ્રદ્ધા' એવો અર્થ કરતાં, તેમાં મોહનીયકર્મતા રહેશે નહિ. મોહ એટલે જડતા, અવિવેક. માટે જે આવી શ્રદ્ધા મોહ, અવિવેક વગેરેથી મુક્ત હોય તે સમ્યકત્વ-દર્શનમોહનીય છે. १. मोहणिज्जं पि दुविहं दंसणे चरणे तहा । दंसणे तिविहं दृतं चरणे दुविहं भवे ॥
તથા જુઓ - ૩. ૩૩. ૯. ૧૦ ૨ ‘કર્મપ્રકૃતિ' પ્રસ્તાવના, પૃ. ૨૩.
૩ જેમ કોઈ રૂપલાવણ્યવતી નાયિકાનું રૂપલાવ્યા તેનાં સ્વચ્છ અને ખૂબ સુંદ૨ વસ્ત્રોમાંથી ઝળકે છે પરંતુ તે રૂપલાવણ્ય અતિ શુભ્ર અને સુંદર વસ્ત્રથી આચ્છાદિત રહેવાને કારણે પૂર્ણ રીતે પ્રતિભાસિત થતું નથી તે રીતે સમ્યકત્વદર્શનમોહનીયમાં સાચી શ્રદ્ધા હોવા છતાં તેના પર મોહનીય કર્મનો ખૂબ સૂક્ષ્મ પડદો પડેલો રહે છે અને તે સામાન્ય રીતે પ્રતિભાસિત થતો નથી.
Jain Education International
-૩. ૩૩. ૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org