________________
પ્રકરણ ૨: સંસાર
૧૫૭
આવ્યા છે. ૧. પ્રાણિ દયા કે પરોપકારાદિ સાથે બંધાનાર સુખરૂપ સાતવેદનીય કર્મ તથા ૨. હિંસાદિ સાથે બાંધનાર દુઃખરૂપ અસાતાવેદનીય કર્મ. આ બંનેના અન્ય અનેક પેટા પ્રકારોનો ગ્રંથમાં માત્ર સંકેત કરવામાં આવ્યો છે. પુણ્યરૂપ અને પાપરૂપ જેટલા કર્મો સંભવે છે તે બધાં આ પેટા પ્રકાર તરીકે ગણી શકાય. આત્માની સ્વાનુભૂતિથી ઉત્પન્ન થનાર સુખ આ કર્મનું પરિણામ નથી કારણ કે આવા પ્રકારનું સુખ એ તો આત્માનો સ્વાભાવિક ગુણ છે. તેથી મુક્ત જીવોમાં અનંત સુખની સત્તા માનીને પણ તેમાં વેદનીય કર્મનો અભાવ માનવામાં આવેલ છે. જો આમ ન માનવામાં આવે તો મુક્ત જીવોને સુખાનુભૂતિ ન થાત. વેદનીય કર્મથી જે સુખાનુભૂતિ થાય છે તે સંસારના રૂપાદિ વિષયોમાંથી ઉત્પન્ન થનારી છે.
૪. મોહનીય કર્મ-જે હેયોપાદેય રૂપ (સ્વ-પરવિવેકાત્મક) ગુણને પ્રકટ ન થવા દે તે મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મના પ્રભાવથી જીવ વિષયોમાં આસક્ત (મૂર્શિત) રહે છે અને તેને પોતાની મૂર્ખતા (મૂઢતા)નો ખ્યાલ રહેતો નથી. મોહનીય કર્મ બધા કર્મોમાં પ્રધાન છે. આ કર્મ દૂર થતાં જ અન્ય કર્મ તરત જ પૃથક થઈ જાય છે. આ કર્મના પ્રભાવથીવસ્તુ સ્થિતિનો ખ્યાલ હોવા છતાં આ જીવની સત્ય માર્ગ ઉપર પ્રવૃત્તિ થતી નથી. બ્રહ્મદત્ત ચક્રવર્તી સંસારની અસારતા જાણવા છતાં, આ કર્મના પ્રભાવથી વિષયોમાં આસક્ત રહે છે. તેથી દુઃખના કારણોની પરંપરામાં રાગદ્વેષનું પણ મૂળ કારણ મોહને ગણવામાં આવેલ છે. તત્ત્વોમાં શ્રદ્ધા અને સદાચારમાં પ્રવૃત્તિ ન થવા દેવાને કારણે આના
१ वेयणीयं पि य दुविहं सायमसायं च आहियं । सायस्स उ बहू भेया एमेव असायस्स वि ।।
–8. ૩૩. ૭. ૨ જુઓ – “કર્મપ્રકૃતિ', પ્રસ્તાવના પૃ. ૨૫. ગ્રંથમાં પણ અસાતાવેદનીય દ્વારા ક્રોધ, માન, માયા અને લોભવેદનીયનો ઉલ્લેખ જોવા મળે છે.
-ઉ. ર૯. ૬૭. ૭૦. ૩ ઉ. ર૯. ૫-૬, ર૯, ૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org