________________
૧૫૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
નિદ્રા- જ કર્મના પ્રભાવથી જીવને ગાઢ નિદ્રા આવે (એવી નિદ્રાવાળી વ્યક્તિને હલાવવામાં આવે તો પણ મુશ્કેલીથી જાગે છે.) ૩. પ્રચલા’- જે કર્મના પ્રભાવથી ઊભાં ઊભાં કે બેઠાં બેઠાં પણ થોડી થોડી ઊંઘ આવતી રહે. ૪. પ્રચલાપ્રચલા-જે કર્મના પ્રભાવથી ચાલતાં ચાલતાં પણ ઊંઘ આવી જાય. ૫. સ્યાનગૃદ્ધિ-જે કર્મના પ્રભાવથી દિવસે કે રાત્રે સૂતાં સૂતાં જ સ્વપ્નમાં કાર્યોને કરી નાખે. ૬. ચક્ષુદર્શનાવરણ-ચક્ષુ ઇન્દ્રિયથી થનાર દર્શનગુણનો પ્રતિબંધ કરનાર. ૭.અચક્ષુર્દર્શનાવરણ-ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો દ્વારા થનાર દર્શનગુણનો પ્રતિબંધ કરનાર. ૮. અવધિદર્શનાવરણ-ઇન્દ્રિયાદિ વિના રૂપી અચેતન પદાર્થોની બાબતમાં થનાર આત્માના દર્શનગુણનો પ્રતિબંધ કરનાર અને ૯. કેવળ દર્શનાવરા-ઇન્દ્રિયાદિ વગર કાલવર્તી સંપૂર્ણ પદાર્થોના એક સાથે થતા દર્શનનો પ્રતિબંધ કરનાર.
જ્ઞાનની પહેલાંની અવસ્થાને ‘દર્શન’ કહેવામાં આવે છે. પરંતુ નિદ્રાદિના પાંચ પ્રકારોને ભેળવી દેવાથી નવ પ્રકારો થાય છે. નિદ્રાદિ પ્રમાદરૂપ હોવાથી તેને પણ દર્શનનો પ્રતિબંધ કરનાર ગણવામાં આવેલ છે. પાંચ પ્રકારની નિદ્રાઓમાં સ્થાનગૃદ્ધિ નિદ્રા સહુથી ખરાબ છે.
૩. વેદનીય કર્મ-આ કર્મના પ્રભાવથી સુખ અથવા દુ:ખની અનુભૂતિ થાય છે. સુખરૂપ કે દુઃખરૂપ અનુભૂતિ થતી હોવાથી વેદનીયના બે પ્રકારો પાડવામાં
૧ જો કે ‘ઉત્તરાધ્યયન’માં ‘નિદ્રાનિદ્રા’નો ઉલ્લેખ ‘પ્રચલો' પછી કરવામાં આવેલ છે પરંતુ, ઉત્તરોત્તર નિદ્રાની તીવ્રતાની દૃષ્ટિએ પ્રચલા પહેલાં તેનો ઉલ્લેખ કર્યો છે. ‘તત્ત્વાર્થસૂત્ર' આદિ જૈન ગ્રંથોમાં પણ નિદ્રાઓનો આ જ ક્રમ જોવા મળે છે.
चक्षुरचक्षुरवधिकेवलानां निद्रा-निद्रानिद्रा- प्रचलाप्रचलाप्रचला- स्त्यानगृद्धयश्च ।
–7. સૂ. ૮. ૭.
૨ સે. બુ. ઈ. ભાગ-૪૫ પૃ. ૧૯૩માં યાકોબીએ ‘પ્રચલા’નો વ્યુત્પત્તિપરક અર્થ (ક્રિયા-activity) આપેલ છે. શ્વેતામ્બર-દિગમ્બર પરંપરાગત અર્થ માટે જુઓ – ‘કર્મપ્રકૃતિ’ પ્રસ્તાવના, પૃ.
23.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org