________________
પ્રકરણ ૨ : સંસાર
ઇન્દ્રિયાદિની સહાયતા વગર થનાર રૂપી અચેતન વિષયક (સીમિત પદાર્થોના) યોગિક પ્રત્યક્ષ જ્ઞાનને (આવક) ઢાંકનાર. ૪. મન:પર્યાયજ્ઞાનાવરણ-ઇન્દ્રિયાદિની સહાયતા વગર બીજાના મનોગત ભાવોને જાણનાર જ્ઞાનને ઢાંકનાર` અને ૫. કેવળ જ્ઞાનાવરણ-ઇન્દ્રિયાદિની સહાયતા વગર ત્રિકાલવર્તી સમસ્ત પદાર્થોની સમસ્ત અવસ્થાઓ (પર્યાયો)ના જ્ઞાનને ઢાંકનાર.
૨. દર્શનાવરણીય કર્મ-જે પદાર્થોના સામાન્યજ્ઞાન અથવા આત્મબોધરૂપ દર્શન-ગુણાને પ્રકટ ન થવા દે તેને દર્શનાવરણીય કર્મ કહેવામાં આવે છે. તેના નવ અવાન્તર (પેટા) ભેદ ગણાવવામાં આવ્યા છે. તેમાંના પ્રથમ પાંચ ભેદ નિદ્રા સાથે સંબંધ ધરાવે છે તથા બાકીના ચાર દર્શન સંબંધી છે ઃ
૧. નિદ્રા-જે કર્મના પ્રભાવથી જીવને સામાન્ય નિદ્રા આવે. ૨.. નિદ્રા
૧
મન:પર્યાયજ્ઞાનના સ્વરૂપના સંબંધમાં જૈન શ્વેતાંબરોમાં બે પરંપરાઓ જોવા મળે છે : (ક) મન:પર્યાયજ્ઞાન પકીય મન દ્વારા વિચારાતી બાબતો જાણે છે. (ખ) મન:પર્યાયજ્ઞાન ચિન્તનવ્યાવૃત મનોદ્રવ્યની પર્યાયોને સાક્ષાત્ જાણે છે અને ચિત્યમાન પદાર્થ તો પાછળથી અનુમાન દ્વારા જાણી શકાય છે. કારણ કે નિત્યમાન પદાર્થ મૂર્તની જેમ અમૂર્ત પણ હોઈ શકે છે અને તેને મન:પર્યાયજ્ઞાનનો વિષય ન કહી શકાય. પ્રથમ પરંપરાનું દિગ્દર્શન આપણને ‘આવશ્યક નિર્યુક્તિ’ (ગાથા ૭૬) તથા ‘તત્ત્વાર્થાધિગમભાષ્ય’ (૧, ૨૯)માં થાય છે. બીજી પરંપરાનો ઉલ્લેખ ‘વિશેષાવશ્યકભાષ્ય' (ગાથા ૮૧૪)માં થયેલો છે. શ્વેતાંબર આચાર્ય હેમચંદ્ર બીજી પરંપરા તથા બધા દિગમ્બર જૈન આચાર્યો પ્રથમ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.
જુઓ – પ્રમાણમીમાંસા, ભાષાટિપ્પણ પૃ. ૬૭. ૬૮
યાકોબીએ (સે. બુ. ઈ. ભાગ-૪૫ પૃ. ૧૯૨-૧૯૩) શબ્દ-સામ્યના ભ્રમથી એનો ‘સત્ય શ્રદ્ધા’નું પ્રતિબંધક એવો અર્થ કર્યો છે. યાકોબીએ કરેલો અર્થ વસ્તુતઃ દર્શનમોહનીયને લાગુ પડે છે તે દર્શનાવરણીય કર્મને લાગુ પડતો નથી. આમ ચક્ષુદર્શનના અર્થમાં પણ તેને ભ્રમ થયેલો છે.
૩ ઉ. ૩૩. ૫-૬.
Jain Education International
૧૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org