________________
૧૫૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૫. જીવની સ્થિતિનાં માપક (આયુ) ૬. શરીરની રચના વગેરેમાં નિમિત્તકારણ (નામ) ૭. ઊંચા કે નીચા કુળ વગેરેની પ્રાપ્તિમાં કારણ (ગોત્ર) ૮. આત્માની વીર્યાદિ શક્તિઓનાં પ્રતિબંધક (અંતરાય)
આ આઠ પ્રકારનાં કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય-આ ચાર કર્મ જીવના અનુજીવી ગુણોને ઢાંકતાં હોવાથી “ઘાતી કર્મ ગણાય છે. એ નષ્ટ થતાં, જીવનાં બાકીનાં ચાર કર્મ આયુષ્ય પૂરું થતાં સ્વતઃ નષ્ટ થઈ જાય છે. કારણ કે અઘાતી કર્મોના પ્રભાવથી જીવના સ્વાભાવિક જ્ઞાન આદિ ગુણોને પ્રકટવામાં કોઈ બાધ આવતો નથી. તેથી તેને એટલે કે બાકીનાં આયુ વગેરે ચાર કર્મોને અઘાતી” કહેવામાં આવે છે. ગ્રંથમાં આ કારણે ચાર ઘાતી કર્મો વિનષ્ટ થતાં જીવ, જીવન્મુક્ત બને છે એમ માનવામાં આવ્યું છે. કારણ કે બાકીનાં ચાર અઘાતીકર્મ આયુષ્ય પૂર્ણ થતાં, એક સાથે, વિશેષ પ્રયત્ન વગર નષ્ટ થાય છે.
હવે, ક્રમશઃ આઠેય કર્મોનાં સ્વરૂપાદિનું વર્ણન કરવામાં આવશે.
૧. જ્ઞાનાવરણીય કર્મઃ જે આત્મામાં રહેનાર જ્ઞાનગુણાને પ્રકટ ન થવા દે તેને જ્ઞાનાવરણીય કર્મ કહેવામાં આવે છે. જ્ઞાનના મુખ્ય પાંચ પ્રકારોને આધારે જ્ઞાનાવરણીય કર્મોના પણ પાંચ પેટા પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. આ પેટા પ્રકારો (ઉત્તર પ્રવૃતિઓ)નાં નામ ક્રમશઃ નીચે મુજબ છે.
૧. શ્રત જ્ઞાનાવરણ-શાસ્ત્ર જ્ઞાનને ઢાંકનાર ૨. આભિનિબોધિક જ્ઞાનાવરણ. અથવા મતિજ્ઞાનાવરા-ઇન્દ્રિય જન્ય જ્ઞાનને ઢાંકનાર ૩. અવધિજ્ઞાનાવરા१ पसत्थजोगपडिवने य णं अणगारे अणंतघाईपज्जवे खवेइ ।
–૩. ર૯. ૭. वेयणिज्जं आउयं नामं गोत्तं च एए चत्तारि कम्मसे जुगवं खवेइ।
–૩. ર૯. ૭૨. તથા જુઓ – ઉ. ર૯. ૪૧, ૫૮, ૬૧, ૩૨. ૧૦૯ વગેરે ૨ ૩. ૩૩. ૪. ૩ વ્યાખ્યપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગ, તત્ત્વાર્થસૂત્ર વગેરે અન્ય જેને ગ્રંથોમાં શ્રુતશ્રાવણ પહેલાં આભિનિબોધિકજ્ઞાનાવરણ (મતિજ્ઞાનાવરણ)નો ઉલ્લેખ મળે છે. જેમ मतिश्रुतावधिमन:पर्ययकेवलानाम् ।
-ત. . ૮. ૬.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org