________________
પ્રકરણ ૨ ; સંસાર
કર્મ સિદ્ધાંત એ ભાગ્યવાદ નથી :
આ કર્મ-સિદ્ધાન્તથી જો કે ભાગ્યવાદ અથવા અનિવાર્યતાવાદની પુષ્ટિ થાય છે પરંતુ એમ માનવું ઇષ્ટ નથી. કારણ કે જીવને સારું કે ખરાબ કામ કરવામાં પૂર્ણ સ્વતંત્ર માનવામાં આવેલ છે. એ ખરું કે કરેલાં કર્મોનું ફળ ભોગવવું એ જીવના સ્વાતંત્ર્ય પર નિર્ભર નથી કારણ કે કર્મ કર્યા બાદ તેનું ફળ તો ભોગવવું જ પડે છે. આમ હોવા છતાં, જો જીવ પુરુષાર્થ કરે તો તે પોતાના પૂર્વબદ્ધ કર્મોના બંધનને દૂર કરી શકે છે. માટે, આ કર્મ-સિદ્ધાંતને ‘ભાગ્યવાદ’ કહેવા કરતાં, ‘પુરુષાર્થવાદ' કહેવો એ વધારે ઉચિત છે. ‘જેવી કરણી તેવી ભરણી’, ‘કરે તેવું પામે’, ‘વાવે તેવું લણે' વગેરે પ્રચલિત કહેવતોથી આ કર્મસિદ્ધાંતને સારી રીતે સમજી શકાય છે.
કર્મોના મુખ્ય ભેદ-પ્રભેદ :
જ્યારે કર્મ આત્મા સાથે બંધને પામે છે ત્યારે તે મુખ્યરૂપે આઠ રૂપોમાં પરિવર્તિત થાય છે. આ કર્મોની આઠ અવસ્થા જ કર્મોના પ્રમુખ આઠ ભેદ ગણાય છે. ગ્રન્થમાં તેને ‘મૂળ કર્મપ્રવૃત્તિ’ તથા તેના પેટા પ્રકારોને ‘ઉત્તર કર્મ પ્રવૃત્તિ’ કહેવામાં આવેલ છે`. પ્રકૃતિ એટલે વસ્તુનો સ્વભાવ. માટે બંધને પ્રાપ્ત થનાર કર્મ-પરમાણુઓમાં અનેક પ્રકારના પરિણામોને ઉત્પન્ન કરનાર સ્વાભાવિક શક્તિઓના આવી પડવાને ‘પ્રકૃતિબંધ’ કહેવાય. આ મૂળ આઠ કર્મો અથવા કર્મ પ્રવૃત્તિઓનાં કાર્ય અને નામ નીચે પ્રમાણે છે .
૧. આત્માના જ્ઞાન-ગુણનાં પ્રતિબંધક (જ્ઞાનાવરણીય)
૨. સામાન્ય બોધ કે આત્મબોધનાં પ્રતિબંધક (દર્શનાવરણીય) ૩. સુખદુઃખનો અનુભવ કરાવનાર (વેદનીય) ૪. મોહ અથવા મૂઢતા ઉત્પન્ન કરનાર (મોહનીય)
१ एयाओ मूलपयडीओ उत्तराओ य आहिया ।
२ नाणस्सावरणिज्जं .....अट्ठेव उ समासओ ।
Jain Education International
૧૫૩
For Private & Personal Use Only
૧૩. ૩૩. ૧૬.
૧૩. ૩૩. ૨-૩.
www.jainelibrary.org