________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
આવેલું કર્મ, કર્તા દ્વારા જ ભોગવવાનું હોય છે'. જે રીતે ચોરી કરતો ચોર પકડાઈ જાય પછી બચી શકતો નથી તેમ આ કર્મોથી છૂટવું અસંભવિત છે . સમ્રાટ, ચક્રવર્તી તથા દેવતા વગેરે જ્યારે આ કર્મોનાં ફળ ભોગવવામાંથી બચી શકતા નથી તો પછી અન્ય સામાન્ય જીવ તેનાં ફળ ભોગવવામાંથી કેવી રીતે બચી શકે ? આપણે એમ કહીએ છીએ કે આપણાં માતા-પિતા, ભાઈ-બન્ધુ વગેરે આપણી રક્ષા કરે છે તથા આપણે માટે સુખ-સાધનો મેળવી આપે છે પણ આ પૂર્વભવનાં પોતપોતાનાં કર્મોનું જ ફળ છે. માટે આપણાં સુખ-દુઃખ વગેરેમાં માતા-પિતા, ભાઈ-બન્ધુ વગેરે માત્ર નિમિત્તકારણ છે, ઉપાદાન કારણ તો આપણાં પૂર્વબદ્ધ કર્મો જ છે. નિમિત્તકારણ કર્મો અનુસાર આપોઆપ મળી જાય છે. આ રીતે જીવમાં જે નાનામાં નાની અને મોટામાં મોટી ક્રિયા અથવા સુખદુ:ખની અનુભૂતિ દૃષ્ટિગોચર થાય છે તે સર્વ પોતપોતાનાં પૂર્વબદ્ધ કર્મોના પ્રભાવને લીધે છે. માટે ગ્રન્થમાં બધા સંસારી જીવોને પોતપોતાના કર્મોથી પચ્યમાન (દુઃખ ભોગવનાર) કહેવામાં આવેલ છે”.
૧૫૨
१. संसारमावन परस्स अट्ठा साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेयकाले न बंधवा बंधवयं उवेति ॥
२ तेणे जहा संघिमुहे गहीए सकम्मुणा किच्चई पावकारी । एवं पया पेच्च इहं च लोए कडाण कम्माण न मुक्ख अस्थि ॥
તથા જુઓ - પૃ. ૧૫૧, પા. ટિ. ૨.
3 थावरं जंगमं चेव धणं धण्णं उक्खरं । पच्चमाणस्स कम्पेहिं नालं दुक्खाउ मोयणे ।।
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૪. ૪.
૩. ૪. ૩.
–૩. ૬. ૬.
www.jainelibrary.org