________________
ર૯૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન એથી સિદ્ધ થાય છે કે જે રત્નત્રયની રક્ષા કરે છે તે ગુપ્તિયુક્ત છે. રત્નત્રયની રક્ષા માટે અશુભાચારને રોકીને શુભાચારમાં પ્રવૃત્તિ કરવી આવશ્યક છે. આમ ગુપ્તિઓ અશુભ અર્થોમાંથી નિવર્તક અને શુભ અર્થોમાં પ્રવર્તક પણ છે. શુભ મન, વચન અને કાયના વ્યાપાર રૂપ બત્રીશ પ્રકારના “યોગ સંગ્રહ"ની બાબતમાં પ્રયત્નશીલ થવાનું વિધાન ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તે પરથી પણ પ્રતીત થાય છે કે આ ગુપ્તિઓ મુખ્યરૂપે અશુભ અર્થોમાંથી નિવૃત્તિ પમાડનારી છે. આ દષ્ટિએ ગ્રંથમાં ગુપ્તિઓને અશુભ-અર્થોમાંથી નિવર્તક તરીકે દર્શાવવામાં આવેલ છે.
ગ્રંથમાં મનોગુપ્તિ વગેરેનું જુદું જુદું ફળ દર્શાવતાં લખવામાં આવ્યું છે કે મનોગુપ્તિથી જીવ ચિત્તને એકાગ્ર કરીને સંયમનો આરાધક બની જાય છે. વચનગુપ્તિથી નિર્વિકારતાને પ્રાપ્ત કરીને ચિત્તની એકાગ્રતા (અધ્યાત્મયોગ)ને પ્રાપ્ત કરે છે અને કાયગુપ્તિથી બધા પ્રકારના પાપાસવોને રોકીને સંવરયુક્ત બને છે. આ ઉપરથી પ્રતીત થાય છે કે ગુપ્તિઓનું પ્રધાનકાર્ય અશુભ-અર્થોમાં પ્રવૃત્ત મન, વચન અને કાયની પ્રવૃત્તિઓને રોકવાનું છે. આ રીતે જ્યારે અશુભાત્મક પ્રવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે, ત્યારે રત્નત્રયરૂપ શુભઅર્થોમાં પ્રવૃત્તિ કરતો સાધક ધીરે ધીરે આયુષ્યના અંતિમ સમયે શુભઅર્થોમાં પ્રયુક્ત મન, વચન અને કાયની પ્રવૃત્તિઓનો પણ વિરોધ કરીને મુક્ત બને છે. તેથી ગ્રંથમાં ગુપ્તિનું ફળ કર્મક્ષય બાદ સંસારમાંથી પ્રાપ્ત થતી મુક્તિ એમ દર્શાવવામાં આવેલ છે. જો પરમાર્થરૂપે વિચાર કરવામાં આવે તો સર્વ પ્રકારના શુભાશુભ અર્થોમાં થનારી શુભાશુભ પ્રવૃત્તિને રોકવી એ ગુપ્તિ છે.
१ योगे' त्ति सूचकत्वात् सूत्रस्य योगसङ्ग्रहा यैः योगा: शुभमनोवाक्कायव्यापार: सङ्गह्यन्तेस्वीक्रियन्ते, ते च द्वात्रिंशद् ।
-૩. રે. . પૃ. ૩૫૦. તથા જુઓ – સમવાયા, સમવાય ૩૨, શામળસૂત્ર, પૃ. ૧૯૬. ૨ ઉ. ૩૧. ૨૦. ૩ ઉ. ૨૯- ૨૩-પપ. ४ चारित्तगुत्ते य णं जीवे विवित्ताहारे दढचरित्ते एगंतरए मोक्खभावपडिवन्ने अट्ठविहकम्मगंठि નિષ્ણરેડ્ડા
૩. ર૯. ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org