________________
પ્રકરણ ૪ : સામાન્ય કાવાયા
ર૯૧
૨૯૧
સમિતિઓ – પ્રવૃત્તિમાં સાવધાની : ગમન આદિ ક્રિયાઓ કરતી વખતે સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવી એ “સમિતિ કહેવાય છે. અર્થાત્ સાધુ જે કાંઈ ક્રિયા કરે તેમાં પ્રમાદ ન કરતાં સાવધાની રાખે પરિણામે જીવાદિની હિંસા ન થાય. સાધુને પ્રતિદિન સામાન્યરૂપે જે ગમનાદિ ક્રિયાઓ કરવી પડે છે તેને પાંચ ભાગોમાં વહેંચીને સમિતિના પણ પાંચ ભેદ ગણાવવામાં આવ્યા છે. તેનાં નામ નીચે મુજબ છે.
૧ ગમન ક્રિયામાં સાવધાની (ઈર્ષા સમિતિ), ૨ વચન બોલવામાં સાવધાની (ભાષા સમિતિ), ૩ આહારાદિ સાધન-સામગ્રીના અન્વેષા ગ્રહણ અને ઉપભોગમાં સાવધાની (એષણા સમિતિ), ૪ વસ્ત્રાદિ ઉઠાવીને રાખવા વગેરેના કાર્યમાં સાવધાની (આદાન નિક્ષેપ સમિતિ) અને પ મળમૂત્રાદિનો ત્યાગ કરતી વખતે રાખવાની સાવધાની (ઉચ્ચાર સમિતિ).
૧ ઈર્ષા સમિતિ : વર્ષાકાળને છોડીને બાકીના સમયમાં સાધુએ પોતાના શિષ્ય-પરિવાર સાથે અથવા એકલા (પક્ષીની જેમ નિરપેક્ષી થઈ) પ્રામાનુગ્રામ વિચરણ કરવું એવું વિધાન છે. તેથી માર્ગમાં ગમન કરતી વખતે જે પ્રકારની સાવધાની જરૂરી હોય છે તેને ઈર્ષા સમિતિ કહેવામાં આવે છે. આ સમિતિની પરિશુદ્ધિ માટે ચાર બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ૧ આલંબન, ૨ સમય, ૩ માર્ગ અને ૪ ઉપયોગ (સાવધાની). તેથી ગ્રંથમાં કહેવામાં આવ્યું છે
૧ જુઓ પૃ. ૨૮૫, પા. ટિ. ૩, ઉ. ૧૨. ૨, ૧૯. ૮૯, ૨૦. ૪૦, ૨૪.
૧, ર૬, ૩૦. ૩. २. विगिंच कम्मणो हेउं कालकंखी परिव्वए ।
-૩. ૬. ૧૫. चिच्चा गिहं एगचरे स भिक्खू ।
૩.૧૫. ૧
मग्गगामी महामुणी।
–૩. ૨૫. ૨.
તથા જુઓ ઉ. ૧૦. ૩૬, રર. ૩૩, ૨૩. ૩, ૭. વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org