________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૨૮૯
(શરીરનું મમત્વ છોડી નિયલ થવું) તપમાં સહાયતા મળે છે. મનોગુપ્તિ અને વચનગુપ્તિની જેમ કાયુગપ્તિના સ્વાદિની દષ્ટિએ ચાર પ્રકારો ગણાવવામાં આવ્યા નથી.
આ રીતે ગુપ્તિમાં માત્ર અશુભ-પ્રવૃત્તિનો નિરોધ જ દર્શાવેલ નથી પરંતુ, જે કંઈ પ્રવૃત્તિ છે તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તેથી પૂર્વોલ્લિખિત ગુપ્તિના લક્ષણમાં અવ્યાપ્તિદોષ (લક્ષણલક્યના સર્વ અંશોમાં ન જોવા મળે) આવે છે. માલૂમ થાય છે કે વ્યવહારની દૃષ્ટિએ પ્રધાનતા અશુભાર્થોમાં વિરોધમાં જ હોવાથી ગુપ્તિનું લક્ષણા માત્ર અશુભ અર્થોમાં પ્રવૃત્ત મન, વચન અને કાયના વ્યાપારનો નિરોધ એમ દર્શાવવામાં આવેલ છે. જો જે કંઈ પ્રવૃત્તિ (શુભાશુભ) છે તેનો વિરોધ કરી દેવામાં આવે તો કોઈ પણ ક્રિયામાં પ્રવૃત્તિ ન થતી હોવાથી સદાચારરૂપ મહાવ્રતોનું પાલન કરવું પણ સંભવશે નહીં વળી, શ્વાસાદિ ક્રિયાનો પણ વિરોધ કરી દેવાથી જીવનધારણ કરવું પણ અસંભવિત થશે. તેથી ગુપ્તિનું કાર્ય પ્રવૃત્તિ-નિરોધરૂપ હોવા છતાં પણ પ્રધાનરૂપે અશુભ-પ્રવૃત્તિને રોકવાનું છે. જો શુભ કાર્યોમાં પ્રવૃત્તિની આવશ્યકતા પડે તો હવે પછી કહેવામાં આવનાર “સમિતિ'નો આશ્રય લેવો જોઈએ. તેથી નેમિચંદ્રાચાર્યે પોતાની વૃત્તિમાં લખે છે કે સમિતિ અને ગુપ્તિનું જે તફાવત પૂર્વક કથન કરવામાં આવ્યું છે તે સમિતિઓ કેવળ પ્રવૃત્તિરૂપ (પ્રવિચાર) હોવાથી અને ગુપ્તિઓ પ્રવૃત્તિ તથા નિવૃત્તિ એમ ઉભયરૂપ હોવાથી બન્નેમાં તફાવત છે એમ દર્શાવવા માટે (તે કથન) કરવામાં આવ્યું છે. આ ગુપ્તિઓ અને સમિતિઓ ચારિત્રરૂપ છે અને તે ચારિત્ર જ્ઞાન અને દર્શન થતાં જ સંભવે છે (અવિનાભાવી). આમ નેમિચંદ્રાચાર્ય અનુસાર ગુપ્તિઓ માત્ર અશુભ-અર્થોમાં નિવૃત્તિરૂપ જ નથી પરંતુ શુભ અર્થોમાં પ્રવૃત્તિરૂપ પણ છે. ગુપ્તિ શબ્દ રક્ષાર્થક ગુરૂ ધાતુ પુરક્ષ) માંથી બનેલ છે.
-
૧ ઉ. ર૯, ૫૮. २. गुत्ति' त्ति गुप्तयो निवर्तनडप्युत्काः, 'असुभत्येसु' त्ति 'अशुभार्येभ्यः' अशोभनमनोयोगादिभ्यः । 'सव्वसो' त्ति सर्वेभ्यः अपि शब्दात् चरणप्रवर्तनेडपीति सूत्रार्थः ।
–૩. ને. વૃ, પૃ. ૩૦૪. તથા જુઓ પૃ. ૨૮૬, પા. ટ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org