________________
૨૮૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
મનના વિચારોને રોકવા)". મનને એકાગ્ર કરૂં (પક્ષ મન: ત્રિવે) અને મનને સમાધિસ્થ કરવું (મન: સમાધાર) આ બન્ને મનોગુપ્તિના જ પ્રતિફળ છે. એકાગ્ર મનઃ સત્રેવેશ વગેરેથી ધ્યાન, તપમાં સહાયતા મળે છે.
૨ વચનગુપ્તિ : સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થયેલ વચનના વ્યાપારને રોકવો એ વચનગુપ્તિ છે. વચનના સત્યાદિ ચાર પ્રકાર સંભવતા હોવાથી મનોગુપ્તિની જેમ તેના પણ ચાર ભેદ દર્શાવવામાં આવ્યા છે. તેના નામો ક્રમશ: આ પ્રમાણે છે: ૧ સત્યવાગુપ્તિ, ૨ મૃષાવાગુપ્તિ, ૩ સત્યમૃષાવાગુપ્તિ (મિશ્ર) અને ૪ અસત્યમૃષાવાગુપ્તિ. આ વચનગુપ્તિ વિશેષ કરીને સત્ય મહાવ્રતની રક્ષા કરે છે. વાકસમાધારણા (વાણીને સમધિસ્થ કરવી) એ વચનગુપ્તિનું જ પ્રતિફળ છે.
૩ કાયગુપ્તિ : ઊભા થવામાં, બેસવામાં, શયન કરવામાં, ત્વપરિવર્તનમાં, લાંઘવામાં, પ્રલંઘન કરવામાં, ઈન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ કરવામાં–આવા કાર્યોમાં શરીરની જે પ્રવૃત્તિ સંરંભ, સમારંભ અને આરંભરૂપ હોય છે તેને રોકવી એ “કાયગુપ્તિ' કહેવાય છે. અર્થાત્ શરીર સંબંધી વ્યાપારને રોકવો એ કાયમુર્તિ છે. કાયસમાધારણ એ કાયગુપ્તિનું પ્રતિફળ છે. તેનાથી કાયોત્સર્ગ
4 First three refer to assertions and fourth to injunctions.
–શે. ૩. રૂં, મા-૪૫, પૃ. ૧૫૦. ૨ ઉ. - ર૯. રપ-ર૬, પ૬, ૬૨-૬૬. ૩ જુઓ – પૃ. ર૬પ, પા. ટ. ૨. ४ सच्चा तहेव मोसा य...वइगुत्ती वउविहा ।।
-૩. ૨૪. રર. ૫ ૩. ર૬. પ૭. ६ ठाणे निसीयणे चेव तहेव य तुयट्टणे ।
कायं पवत्तमाणं तु नियतेज्ज जयं जइ ॥
–૩. ૨૪. ૨૪-૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org