________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૨૮૭
વચનગુપ્તિ અને કાયગુપ્તિ. તેને જ યોગદર્શનના શબ્દોમાં અનુક્રમે મનોયોગ, વચનયોગ અને કાયયોગ કહી શકાય કારણ કે યોગદર્શનમાં ચિત્તવૃત્તિના નિરોધને “યોગ' શબ્દથી વ્યક્ત કરેલ છે. આમ યોગદર્શનનો આ “યોગ” શબ્દ જૈન દર્શનના “યોગ' શબ્દથી ભિન્ન છે કારણ કે જૈન દર્શનમાં પ્રવૃત્તિ માત્રને યોગ કહેવામાં આવેલ છે તથા તેના નિરોધને “ગુપ્તિ' કહેવામાં આવે
છે.
૧ મનોગુપ્તિ ઃ સંરક્ષ્મ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનના વ્યાપારને રોકવાની એ “મનોગુપ્તિ’ છે. કોઈને મારવાની ઈચ્છા કરવી એ “સરસ્મ', મારવાના સાધનો અંગે વિચાર કરવો એ “સમારંભ” અને મારવાની ક્રિયા પ્રારંભ કરવાનો વિચાર એ “આરંભ” કહેવાય છે. મનના આ ક્રમિક ત્રણ વિકલ્પો છે. તેથી એ ત્રણેને રોકવા જરૂરી છે. મનના વિચારોની પ્રવૃત્તિ સત્ય, મિશ્ર (સત્ય અને અસત્યથી યુક્ત) અને અનુભય (સત્યાસત્યથીરહિત)-આ ચાર વિષયોમાં સંભવતી હોવાથી મનોગુપ્તિના ચાર પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ૧ સત્યમનોગુપ્તિ (સદ્ભુત પદાર્થોમાં પ્રવર્તમાન મનની પ્રવૃત્તિને રોકવી), ૨ અસત્યમનોગુપ્તિ (મિથ્યા પદાર્થોમાં પ્રવર્તમાન મનની પ્રવૃત્તિને રોકવી), ૩ સત્યમૃષામનોગુપ્તિ (મિશ્ર-સત્ય અને અસત્યથી મિશ્રિત મનના વિચારોને રોકવા) અને ૪ અસત્યમૃષામનોગુપ્તિ (અનુભય-સત્ય, અસત્ય અને સત્યાસત્યથી રહિત
૧ જુઓ – પૃ. ૨૮૫, પા. ટિ. ૩, ઉ. ૯. ૨૦, ૧૨. ૩, ૧૭, ૧૯. ૮૯,
૨૪. ૧, ૧૯, ૨૬. ૩૫, ૩૦, ૩, ૩૨. ૧૬. વગેરે. २ योगश्चित्तवृत्तिनिरोध:
-. યો. ૧. ૨. 3 संरंभरसमारंभे आरंभे य तहेव य । मणं पवत्तमाणं तु नियतेज्ज जयं जई ।।
–૩. ૨૪. ર૧. ४ सच्चा तहेव मोसा य सच्चमोसा तहेव य चउत्थी असच्चमोसा य मणगुत्तीओ चउबिहा ॥
-૩. ૨૪. ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org