________________
૪૯૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કંબોજ' : ઉત્તરાધ્યયનમાં કંબોજ (કાંબોજ) દેશના “કંથક' અશ્વની સરખામણી દ્વારા બહુશ્રુત” (સાધુ)ની પ્રશંસા કરવામાં આવી છે. તે પરથી લાગે છે કે ત્યાંના અશ્વો તે સમયે પ્રસિદ્ધ રહ્યા હશે. આચાર્ય બુદ્ધઘોષે કંબોજને “અશ્વોનું ઘર' કહેલ છે. મહાભારતમાં પણ આવો ઉલ્લેખ મળે છે. એ અફઘાનીસ્તાનની આસપાસ (કાશ્મીર)માં હિમાલય અને સિધુ નદીની વચ્ચે (ગાંધારનો પશ્ચિમ પ્રદેશ) આવેલ જનપદ હોવો જોઈએ. બૌદ્ધ સાહિત્યના સોળ મહાજનપદોમાં તેનો ઉલ્લેખ થયો છે તથા તેની રાજધાની દ્વારકા દર્શાવવામાં આવી છે પરંતુ જેન-સૂત્રોમાં ઉલ્લેખિત સોળ જનપદોમાં તેનો ઉલ્લેખ થયો નથી”.
કલિંગ: અહીંનો રાજા કરકુંડ હતો. વર્તમાન ઓરિસ્સાના દક્ષિણ ભાગને કલિંગ કહેવામાં આવતો. જૈન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવેલ સાડા પચ્ચીશ
૧ ઉ. ૧૧. ૧૬. ૨ સુમંગાર્દવાસિની ભાગ ૧ પૃ.. ૧૨૪. ૩ જુઓ - મહાભારત નામાનુક્રમણિકા પૃ. ૬૩ ૪ બૌદ્ધ સાહિત્યમાં ઉલ્લેખવામાં આવેલ સોળ મહાજનપદો : ૧ અંગ, ૨
મગધ, ૩ કાશી, ૪ કોસલ, ૫ વર્જિ, ૬ મલ્લ, ૭ ચેતિ, ૭ વંસ, ૯ કુર, ૧૦ પંચાલ, ૧૧ મચ્છ, ૧ર સૂરસેન, ૧૩ અસ્સક, ૧૪ અવંતિ, ૧૫ ગંધાર અને ૧૬ કંબોજ. જૈનસૂત્રોમાં ઉલ્લેખવામાં આવેલ સોળ જનપદ આ પ્રમાણે છે : ૧ મગધ, ૨ અંગ, ૩ બંગ, ૪ મલય, ૫ માલવય, ૬ અચ્છ, ૭ વચ્છ, ૮ કોચ્છ, ૯ પાઢ, ૧૦ લાઢ, ૧૧ વર્જિ , ૧ર મોલિ (મલ્લ), ૧૩ કાશી, ૧૪ કોસલ, ૧૫ અવાહ, ૧૬ સંભુત્તર (સુહ્યોતર) જુઓ - જે. ભા. સ. પૃ. ૪૬૦, પાદરિપ ૧, બુદ્ધિસ્ટ ઈન્ડિયા પૃ. ૧૭.
૨૧.
૫ ઉ. ૧૮, ૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org