________________
૪૯૫
પરિશિષ્ટ ૪
દેશ તથા નગર ઉત્તરાધ્યયનમાં વિવિધ સ્થળોએ કેટલાક દેશો તથા નગરોનો ઉલ્લેખ થયો છે. આ દેશ તથા નગર ભૌગોલિક દષ્ટિએ મહત્ત્વપૂર્ણ તથા વિચારણીય છે. મોટાભાગના દેશો તથા નગરો કે જે તે સમયે ખૂબ સમૃદ્ધ હતા તે આજે ખંડેર બની ગયેલ છે. કેટલાંકના નામોમાં ફેરફાર થઈ ગયો છે અને કેટલાકની સાચી સ્થિતિ વિશે આજે પણ સંદેહ થાય છે. કેટલાક પોતાની પ્રાચીન ગરિમાને આજે પણ કોઈને કોઈ રૂપે જાળવી રહેલ છે. ઉત્તરાધ્યયનમાં જેનો ઉલ્લેખ છે તે દેશો અને નગરોનો અકારાદિ ક્રમે નીચે પ્રમાણે પરિચય આપવામાં આવેલ છે :
ઈષકાર નગર : આ નગરના રાજાનું નામ ઈષકાર હતું. તે નગરનું પ્રાકૃત નામ “ઉસુયાર છે નિયુક્તિકારે તેને “કુરુ જનપદનું એક નગર માનેલ છે. “રાજતરંગિણી'માં પણ હુશપુરનો ઉલ્લેખ થયો છે. સંભવતઃ કાશ્મીરની ખીણમાં વહટ' નદીના પૂર્વ કિનારે આવેલ “હુશકાર’ (ઉસકાર) નગર જ તે સમયનું ઈષકાર (ઉસુયાર) હશે એમ માની શકાય.
૧ ઉ. ૧૪. ૧. ૨ ઉ. નિ. ગાથા ૩૬૫ ૩ ત ઉ. સમી. પૃ. ૩૭૭-૩૭૮ ૪ ઉત્તરાધ્યયનના ઈષકાર આખ્યાન સાથે સામ્ય ધરાવનાર બૌદ્ધજાતકની (૫૦૯)
ઈષકાર કથા'માં એષકાર રાજાને વારાણસીના રાજા તરીકે દર્શાવેલ છે. એ પરથી પ્રતીત થાય છે કે વારાણસી અથવા તેની આસપાસનો પ્રદેશ “ઈપુકાર' તરીકે જાણીતો હશે. પરંતુ આવી ધારણા બ્રાન્ત છે. કારણ કે ઈષકાર અને વારાણસી એક નથી. ઈષકાર કોઈ સમૃદ્ધ નગર હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org