________________
૨૦૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સ્પષ્ટ થાય છે.
૧. સ્વતઃ ઉત્પન્ન થનાર અને ૨. પરના નિમિત્તને લીધે ઉત્પન્ન થનાર. તત્ત્વાર્થસૂત્રમાં પણ એમ જ કહેવામાં આવ્યું છે. જો ઉપર્યુક્ત ૧૦ ભેદોને આ પ્રમાણેના બે વિભાગોમાં વહેંચવામાં આવે તો નિસર્ગરુચિને બાદ કરતાં બાકીનાં બધાં પર-સાપેક્ષ છે. આ ઉપરાંત આવશ્યક કર્મોના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ (મિશ્ર)ના પ્રકારોને લક્ષમાં લઈએ તો સમ્યગ્દર્શનના બીજા પણ ત્રણ પ્રકારો સંભવે છે.
મહત્ત્વ ઃ આ સમ્યગ્દર્શન ધર્મનો મૂળ આધાર છે. તેનો અભાવ હોય તો જ્ઞાન અને ચારિત્ર આધારહીન બને. જો કે એ સાચું કે જ્ઞાન અને ચારિત્રમાં વૃદ્ધિ થતાં સમ્યગ્દર્શનમાં વૃદ્ધિ થાય છે પરંતુ જ્ઞાન અને ચારિત્રમાં સમ્યકુપણું તો સમ્યગ્દર્શન થાય ત્યારે જ સંભવે. તેથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિને ગ્રંથમાં “બોધિલાભ” શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. આ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં, જીવ મુક્તિના માર્ગે અગ્રેસર થાય છે અને ધીરે ધીરે જ્ઞાન અને ચારિત્રની પૂર્ણતાને પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. સમ્યગ્દર્શનનું આટલું મહત્ત્વ હોવાને કારણે જ ગ્રંથમાં ર૯માં અધ્યયનનું નામ “સમ્યકત્વ-પરાક્રમ' રાખવામાં આવેલ છે અને તેમાં સમ્યક્ત્વની સાથે જ્ઞાન અને ચારિત્રનું પણ વર્ણન કરવામાં
૧ જુઓ – પૃ. ૧૯૭, પા. ટિ. ૨.
तनिसर्गादिधिगमाद्वा ।
–ત. મૂ. ૧-૩.
२ कर्मणां क्षयत: शान्ते: क्षयोपशमतस्तथा । શ્રદ્ધને વિવિધું વાંચ્યું.........
– રાસ્તિવમૂ, પૃ. ૩ર૩. ૩ સદંખરા..... સુ ભવે વોહી .
–૩. ૩૬. ર૫૬.
તથા જુઓ – ઉ. ૩૬. રપ૮. ર૬ર. ४ सम्यग्दर्शनसम्पन्नः कर्मभिर्न निबध्यते ।
दर्शनेन विहीनस्तु संसारं प्रतिपद्यते ।
–મનુસ્મૃતિ ૬. ૭૪.
૫ એજન તથા પૃ. ૧૯૮. પા. ટિ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org