________________
રત્નત્રય
૨૦૭
આવેલ છે. પરવર્તી જેન-સાહિત્યમાં તેના મહત્ત્વની પૂરતી ચર્ચા જોવા મળે છે.
સમ્યજ્ઞાન (સત્યજ્ઞાન) સમ્યજ્ઞાન એટલે સત્યજ્ઞાન. અહીં ઘટ-પટાદિ સાંસારિક વસ્તુઓને જાણવી એટલો જ સત્યજ્ઞાનનો અર્થ નથી પણ અહીં તો મોક્ષપ્રાપ્તિમાં સહાયક ૯ તત્ત્વોનું જ્ઞાન અભિપ્રેત છે, અર્થાત્ સમ્યગ્દર્શનથી જે નવ તત્ત્વો ઉપર વિશ્વાસ કરવામાં આવેલો તેને વિધિપૂર્વક જાણવાં એવો ભાવ છે. આ ઉપરાંત, સાંસારિક ફલાભિલાષાવાળું જેટલું જ્ઞાન છે તે સર્વ મિથ્યા છે કારણ કે તે દુઃખ-નિવૃત્તિરૂપ મોક્ષ માટે અનુપયોગી છે. તેથી “સ્ત્રી, પુત્ર, ધન વગેરે સુખના સાધન છે” એવું જ્ઞાન પણ મિથ્યા છે. સત્યજ્ઞાન એ જ છે કે જે હંમેશાં ટકી રહે છે. ગ્રંથમાં ઉલ્લેખવામાં આવેલ સાંસારિક વિષયભોગો સાથે સંબંધિત ર૯ પ્રકારનાં મિથ્યાશાસ્ત્રો (પાપગ્રુત-મિથ્યાજ્ઞાનને ઉત્પન્ન કરનારા)થી પણ આ હકીકતને
૧ જુઓ સમીવન થર્મશાસ્ત્ર પૃ. ૩૧-૪૧ ૨ જુઓ – પૃ. ૧૮૮, પા. ટિ. ૪; ઉ. ૨૮. ૫. ૩ ઓગણત્રીશ પ્રકારના મિથ્યાશાસ્ત્ર (પાપકૃત) આ પ્રમાણે છે :
(૧) દિવ્ય અટ્ટહાસાદિને દર્શાવનાર (૨) ઉલ્કાપાત વગેરેના ઈષ્ટાનિષ્ટ ફળ દર્શાવનાર (૩) અંતરિક્ષમાં થનાર ચંદ્રગ્રહણ વગરનાં ફળ દર્શાવનાર (૪) અંગફુરણનાં શુભાશુભ ફળ દર્શાનાર () સ્વરોનું ફળ દર્શાવનાર (૬) સ્ત્રી-પુરુષોના લક્ષણોનું શુભાશુભ ફળ દર્શાવનાર (૭) તલ, અડદ વગેરેનું ફળ દર્શાવનાર (૮) ધરતીકંપ-વિષયક શુભાશુભ ફળ દર્શાવનારા આ આઠ પ્રકારનાં શાસ્ત્ર જ મૂળ, ટીકા અને ભાષ્ય (સૂત્ર-વૃત્તિ-વાર્તિક)ના ભેદથી ર૪ પ્રકારનાં થાય છે. (૨૫) અર્થ અને કામ-ભોગના ઉપાયોને દર્શાવનાર અર્થશાસ્ત્ર, કામસૂત્ર વગેરે (ર૬) રોહિણી વગેરે વિદ્યાઓની સિદ્ધિ દર્શાવનાર (ર૭) મંત્રાદિથી કાર્યસિદ્ધિ દર્શાવનાર (૨૮) વશીકરણ : આદિ યોગવિદ્યાને દર્શાવનાર અને (ર૯) જેનેતર ઉપદેશો દ્વારા ઉપદેશવામાં આવેલ હિંસાદિપ્રધાન શાસ્ત્ર. –૩. 1. વૃ,પૃ. ૩૪૬; મા. દિ. પૃ. ૨૪૦૨; શમસૂત્ર, પૃ. ૨૨૨; સમવાયા, समवाय २९.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org